પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવી ગયું સામે સતીશ કૌશિકના મોતનું કારણ, બચ્ચનથી લઈને મોટા મોટા દિગ્ગજો પહોંચ્યા શ્રધાંજલિ આપવા, જુઓ

બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાની કોમેડી અને અભિનયથી ચાહકોનું દિલ જીતનારા સતીશ કૌશિકનું બુધવારે અવસાન થયું. 12 એપ્રિલ 1965ના રોજ જન્મેલા સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. 40 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં સતીશ કૌશિકે 100થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ત્યારે હવે થોડી જ વારમાં અભિનેતા સતીશ કૌશિકની અંતિમ યાત્રા યોજાવવાની છે અને તેના માટે મોટા મોટા સ્ટાર્સ પહોંચી ગયા છે.

સતીશ કૌશિકના ઘરની બહાર બોલિવૂડ સ્ટાર્સ એકઠા થયા છે. સતીશ કૌશિકે પોતાની 40 વર્ષથી વધુની કારકિર્દીમાં બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. સતીશ કૌશિકને ‘રામ-લખન’ અને ‘સાજન ચલે સસુરાલ’ માટે બે વખત સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. સતીશ કૌશિકનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો છે. ચાર્ટર્ડ ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ છે. હવે ટૂંક સમયમાં અભિનેતાના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવશે.

સતીશ કૌશિકના મોતના મામલામાં દિલ્હી પોલીસ તપાસ કરી હતી હતી. શરૂઆતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના શરીર પર કોઈ ઇજા જોવા મળી નહોતી. છતાં પણ પોલીસ તપાસ કરી રહી હતી કે તબિયત બગડવાથી લઈ હોસ્પિટલ સુધી પહોંચવા સુધી તેમની સાથે કોણ કોણ હતું, તેમની સાથે શું થયું હતું? દિલ્હી પોલીસની તપાસમાં તેમને કંઈપણ શંકાસ્પદ લાગે તેવું નથી મળી આવ્યું.

પોસ્ટમોર્ટમના શરૂઆતી રિપોર્ટમાં તેમનું નિધન કાર્ડિયેક એરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે થોડીવારમાં જ જયારે સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર યોજાવવાના છે ત્યારે તેમના ઘરે સેલેબ્રિટીઓ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચી ગયા છે અને તેની તસવીરો પણ સામે આવી રહી છે.

સતીશ કૌશિકના ઘરે પહોંચેલા સેલેબ્સની આંખો પણ નમ જોવા મળી રહી છે. તેમના નિવાસ સ્થાને રાજ બબ્બર, ઈશાન ખટ્ટર, બોની કપૂર, જાવેદ અખ્તર, અનુપમ ખેર, સંજય કપૂર, અર્જુન કપૂર, રાકેશ રોશન, જોહોની લીવર, રાજા મુરાદ, વિક્રાંત મેસી, પંકજ ત્રિપાઠી, અશોક પંડિત જેવા ઘણા બધા દિગ્ગજો આવી પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Niraj Patel