અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ કાર્યક્રમને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. ત્યારે આ વચ્ચે એક વાત બહાર આવી છે. ઝારખંડના 85 વર્ષિય સરસ્વતી દેવી છેલ્લા 31 વર્ષથી મૌન વ્રત પર છે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૌન વ્રત તોડશે
સરસ્વતી દેવીના પરિવારજનોનું કહેવું છે કે 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદથી તે મૌન થઈ ગઈ હતી. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે રામ મંદિર તૈયાર થશે ત્યારે જ તેઓ મૌન વ્રત તોડશે. સરસ્વતી દેવી ધનબાદની રહેવાસી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના સાક્ષી બનવા માટે તે 8 જાન્યુઆરીની રાત્રે પરિવાર સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.
3 દાયકાથી સરસ્વતી દેવીએ ધારણ કર્યુ છે મૌનવ્રત
સરસ્વતી દેવીના પરિવારજનોનું કહેવું છે કે તે અયોધ્યામાં મૌની માતાના નામથી પ્રખ્યાત છે. તે ઈશારા દ્વારા વાત કરે છે. જો કોઈ અઘરી વાત કહેવી હોય તો તેઓ લેખિતમાં કહે છે. પરિવારના સભ્યોએ એમ પણ જણાવ્યું કે 1992થી2020 સુધી તે બપોરે એક કલાક બોલતા. 5 ઓગસ્ટ 2020થી વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારથી તેઓ સંપૂર્ણપણે મૌન છે. હ
વે સરસ્વતી દેવી 22 જાન્યુઆરીએ પોતાનું મૌન તોડશે. ત્યાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રામલલાના અભિષેકનો કાર્યક્રમ દેશના લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આઝાદી પછી દેશમાં હિન્દુઓનો આ સૌથી મોટો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે.