પોતાનાથી 25 વર્ષ નાના સાવકા ભાઈ માટે ગિફ્ટ લઈને પહોંચી બહેન સારા અલી ખાન, જુઓ
બૉલીવુડની બેબો કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ એક દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો. કરીના જ્યાં બીજીવાર માતા બની છે ત્યારે સૈફ અલી ખાન ચોથી વાર પિતા બન્યો છે. દીકરા જન્મ બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે ગુરુવારના રોજ દીકરાના નામકરણ માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું.
કરીનાને 23 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. રજા મળતા તે પોતાના ઘરે પહોંચી હતી અને ગઈકાલે ગુરુવારના રોજ દીકરાના નામકરણની પાર્ટી પણ રાખવામાં આવી હતી જેમાં પોતાના ભાઈ માટે સારા અલી ખાન ઘણી બધી ભેટ લઈને પહોંચેલી જોવા મળી હતી.
કરીનાના નાના દીકરાના નામકરણ માટે ઘરને ખુબ જ શાનદાર રીતે સજાવવામાં આવ્યું છે. કરીનાના છોટે નવાબ માટે મિત્રો અને પરિવારના સભ્યો ભેટલ લઈને પણ પહોંચી રહ્યા છે. આ ફંક્શનથી જોડાયેલા કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂરના નાના લાડલાની હજુ કોઈ તસ્વીર સામે નથી આવી, ચાહકો પણ તેના પહેલા લુકને જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. સૈફનાં નાના દીકરાના નામને લઈને પણ ઘણી અટકળો ચાલી રહી છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના દીકરાનું નામ ફૈઝ રાખી શકે છે. જે સૈફ તૈમુરનું રાખવા માંગતો હતો. તૈમૂરના નામને લઈને પણ ઘણો જ વિવાદ થયો હતો.
View this post on Instagram
આ પહેલા કરીનાના પિતા રણધીર કપૂરને પૂછવામાં આવ્યું હતું કે કરીનાનો દીકરો સૈફ જેવો દેખાય છે કે તૈમુર જેવો ત્યારે રણધીર કપૂરે જણાવ્યું હતું કે મને બધા જ બાળકો એક સરખા જ દેખાય છે. તો ચાહકોનું કહેવું છે કે સૈફનો નાનો દીકરો તૈમુર જેવો દેખાય છે.