BREAKING: રામ મંદિર નિર્માણ માટે આ મંદિરે આપ્યુ 50 કરોડનું દાન ? જાણો આખી મેટર

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ. મંદિર માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે.
જો કે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે રાજસ્થાનના ‘શ્રી સાંવરિયા સેઠ મંદિર ટ્રસ્ટ’ એ રામ મંદિરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ વાયરલ પોસ્ટ્સમાં નોટોના બંડલના ઢગલા વચ્ચે બેઠેલા કેટલાક લોકોનો ફોટો પણ શેર કરવામાં આવી રહ્યો છે.

આ ફોટો શેર કરતી વખતે એક ફેસબુક યુઝરે લખ્યું, “સાવરિયા શેઠ મંદિર, માંડફિયા ટ્રસ્ટે અયોધ્યા મંદિરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયા આપ્યા. !! જય શ્રી રામ.” જો કે, ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે ‘સાવરિયા મંદિર ટ્રસ્ટ’એ રામ મંદિરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયાનું દાન આપ્યું નથી. આ દાવાની પુષ્ટિ કરતો કોઈ જ રિપોર્ટ મળ્યો નથી. આવી કોઈપણ માહિતી માટે મંદિરની વેબસાઈટ પર પણ સર્ચ કરી ચેક કરવામાં આવ્યુ, પરંતુ ત્યાં પણ કોઈ માહિતી મળી નહિ.

વાયરલ દાવાની પુષ્ટિ કરવા આજ તકે મંદિરના વહીવટી અધિકારી નંદ કિશોરનો સંપર્ક પણ કર્યો અને તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણ માટે મંદિર દ્વારા આવું કોઈ દાન આપવામાં આવ્યું નથી. આ અફવા કોઈ તોફાની તત્વોનું કામ છે. ત્યારે હવે એ સ્પષ્ટ છે કે આટલી મોટી રકમ શ્રી સાંવરિયા શેઠ મંદિર દ્વારા રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપવામાં આવી નથી. વાયરલ દાવો ખોટો છે.

Shah Jina