રસ્તા વચ્ચે ‘સ્પાઈડરમેન’ અને ‘સાન્તાક્લોઝ’ વચ્ચે જોરદાર લડાઈ, ઢીકા-પાંટા મારી કર્યા બેહાલ..અને અંતે કોણ જીત્યું ? જુઓ વીડિયો

ક્રિસમસની ઉજવણી હજી પૂરી થઈ નથી અને નવું વર્ષ નજીકમાં છે, ત્યારે સમગ્ર વિશ્વમાં લોકો ઉજવણીના મૂડમાં છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી કારણ કે દુનિયાને બચાવનારા સુપરહીરો અને બધાને ખુશ કરનાર સાન્તા એકબીજા સાથે લડી રહ્યા છે. જી હા, આ કોઈ મજાક નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ઘણીવાર ફિલ્મોમાં તમે સ્પાઈડર મેનને વિલન સાથે લડતા જોયા હશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે ચોંકી જશો. ક્રિસમસ પહેલાં સ્પાઈડરમેન અને સાન્તા વચ્ચે લડાઈ થઈ હતી, રસ્તાની વચ્ચે લાતો અને મુક્કાઓનો વરસાદ થયો હતો.

વાયરલ વીડિયોમાં, સ્પાઈડરમેન અને સાન્તા એકબીજાને જોરદાર માર મારી રહ્યા છે. આ કોઈ ફિલ્મી સીન નથી પરંતુ એક વાસ્તવિક લડાઈ છે, જેમાં સ્પાઈડરમેન અને સાન્તા વચ્ચે કિક અને પંચ પણ થાય છે. રસ્તાની વચ્ચે એકબીજા સાથે ઝપાઝપી કરતા આ વીડિયોમાં ક્યારેક સાન્તાનો પોશાક પહેરેલો વ્યક્તિ સ્પાઈડરમેનને પછાડે છે તો ક્યારેક સ્પાઈડરમેનનો પોશાક પહેરેલો વ્યક્તિ સાન્તાને પછાડે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @theelaston નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, એવું લાગે છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર તેમની ડ્યુટીને લઈને બંને વચ્ચે લડાઈ થઈ હતી. જ્યારે, બીજાએ કહ્યું, ‘કહાનીનો અસલી વિલન કોણ છે?

 

View this post on Instagram

 

A post shared by lastson🕷️ (omwts) (@theelastson)

Twinkle