સુગંધા મિશ્રાના પતિએ શેર કર્યો પતિ-પત્નીના “ચુમ્મા કોમ્પિટીશન”નો વીડિયો, લોકોએ કરી એવી એવી કમેન્ટ કે…

સુગંધા મિશ્રાના પતિ અને કોમેડિયન સંકેત ભોસલે તેના ઈન્સ્ટાગ્રામ પર ફની વીડિયો શેર કરતા રહે છે. બુધવારે તેણે એક એવો વીડિયો શેર કર્યો, જેને જોઈને તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો ખડખડાટ હસી પડ્યા. આ વીડિયો ક્લિપમાં કેટલાક પુરુષો ખુરશી પર બેઠેલા જોવા મળે છે. મહિલાઓ તેમને કિસ કરીને દોડી રહી છે. લોકોના કપડા પરથી આ વીડિયો ભારતનો જ હોય ​​તેવું લાગી રહ્યુ છે. વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થઇ ગયો હતો. આ વીડિયો પર લોકોએ ઘણી ફની કમેન્ટ્સ કરી છે.

કેટલાકે તેને ‘ચુમ્માલિમ્પિક્સ’ નામ આપ્યું છે તો કેટલાકે તેને ‘કિસ કોમ્પિટિશન’ નામ આપ્યું છે. લોકોએ એમ પણ પૂછ્યું કે તે આવા વીડિયો ક્યાંથી લાવે છે. કોમેડીયન સંકેત ભોંસલેની સેન્સ ઓફ હ્યુમર અદભૂત છે. તે પોતાના વીડિયો દ્વારા લોકોનું મનોરંજન પણ કરતો રહે છે. તેણે એક ફની વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયોમાં પત્નીઓ દોડીને પોતાના પતિને કિસ કરી રહી છે. આ કોઈ હરીફાઈ કે રિવાજ હોવાનું જણાય છે પણ વિડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, આ કઈ સ્પર્ધા છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરી છે, મને લાગે છે કે લોકો ખૂબ જ કંટાળી રહ્યા છે. બીજાએ લખ્યું છે, તમારી પોતાની પત્નીને ચુંબન કરવું એ સ્પર્ધા નથી પરંતુ હિંમતનું કાર્ય છે. એકે લખ્યું, ચુમ્માલિમ્પિક્સ. જ્યારે બીજાએ તેને કિસિંગ કોન્ટેસ્ટ નામ આપ્યું છે. પોસ્ટ પર લોકો તરફથી ફની કોમેન્ટ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જણાવી દઇએ કે, સુગંધા મિશ્રાએ ગયા વર્ષે એપ્રિલમાં તેના કોમેડિયન બોયફ્રેન્ડ સંકેત ભોસલે સાથે લગ્ન કર્યા હતા. બંને કપિલ શર્માના શોમાં આવતા હતા. કોરોનાનો સમય હોવાથી લગ્નમાં માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

Shah Jina