સંજય દત્તે જામનગરમાં અંબાણીના લગ્નમાં કરી ધમાકેદાર એન્ટ્રી, જોઇ લો વાયરલ તસવીર

Anant-Radhika Pre Wedding Garba Night : મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સમારંભની અંદરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પ્રસંગની  ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે.

જ્યાં સેલિબ્રેશનના પહેલા દિવસે એટલે કે 1 માર્ચના રોજ કપલની કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સંગીત અને ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

દરમિયાન, હિન્દી સિનેમાના ત્રણેય ખાન સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાને સ્ટેજ પર એકસાથે દમદાર પરફોર્મન્સ આપીને ચાહકોને ચોંકાવી દીધા છે. આ દરમિયાન તે ફિલ્મ RRRના ઓસ્કાર વિજેતા ગીત “નાટુ-નાટુ” પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જો કે, આ પહેલીવાર છે જ્યારે ત્રણેય ખાને એકસાથે સ્ટેજ શેર કર્યું છે અને ત્રણેય મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા.

બોલિવૂડ દંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ તેમની પ્રિય રાહા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપી હતી. શનિવારે મહેમાનો માટે જંગલ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અંદરનો વીડિયો સામે આવ્યો છે. આ પાર્ટી માટે તમામ મહેમાનોએ ડ્રેસ કોડ પ્રમાણે પોશાક પહેર્યો હતો.

છેલ્લા 2 દિવસથી અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંકશન ચાલી રહયું છે અને આજે 3rd Day છે. આજે છેલ્લા દિવસે ટસ્કર ટ્રેઈલ્સ એટ ગજવન, હસ્તાક્ષર એટ વેલી ઓફ ગોડ્સ, મહાઆરતી, ડિનર અંદર ધ સ્ટાર્સ અને બાદમાં બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સના પર્ફોમન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના લાસ્ટ ડેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે બોલીવુડના સુપરસ્ટાર રજનીકાંત પરિવાર સાથે તેમજ શાન અને શ્રેયા ઘોષાલ પણ પ્રી-વેડિંગ ફંકશન માટે આવી પહોંચ્યા હતા. આ સાથે હોલીવુડ મેગા સ્ટાર સિંગર એકોનનું જામનગરમાં આજે આવ્યો છે. આજે હાજર બધા જ મોંઘેરા ગેસ્ટ ઝૂમી ઉઠવાના છે.

આજે એકોન રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફ્ંક્શનમાં ખાસ પરફોર્મન્સ આપી શકે છે. જેને જોવા માટે પણ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી છે. અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જામનગરમાં પહોંચી રહ્યા છે. જ્યારે રજનીકાંત પોતાના પરિવાર સાથે ફંકશનમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ ઉપરાંત શ્રેયા ઘોષાલ આજે સાંજે કાર્યક્રમમાં પર્ફોમ કરવાની છે. તેમજ સિંગર શાનનું જામનગર આગમન સાથે જ સિંગર મોહિત ચૌહાણ પણ પર્ફોમ કરશે. આજના ફંક્શનમાં સિંગર શાન, મોહિત ચૌહાન, શ્રેયા ઘોષાલથી લઈDJ ચેતાસ પર્ફોર્મ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC