સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ અવાર નવાર ચર્ચામાં રહે છે, તે ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હેડલાઇન્સમાં રહેતી હોય છે. ત્યારે હાલમાં એક્ટ્રેસનો એક બોલ્ડ લુક વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બ્લેક ઓપન જેકેટમાં ચાહકોને પોતાનો કિલર લુક બતાવતી જોવા મળે છે. સામંથા રૂથ પ્રભુ તેની વેબ સિરીઝ સિટાડેલમાં વરુણ ધવન સાથે જોવા મળી રહી છે, જે એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ શાનદાર વાપસી કરી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સામંથાએ થોડા સમય પહેલા એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતુ. જેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. સામંથાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ.
અભિનેત્રીની આ તસવીરો પર ચાહકોએ કમેન્ટ કરી ખૂબ પ્રેમ વરસાવ્યો. થોડા સમય પહેલા સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાની આ તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રી બ્લેક ઓપન જેકેટમાં બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સામંથાની દરેક તસવીરો ખૂબ જ કિલર અને ગ્લેમરસ હતી. જેની તસવીરો ઇન્સ્ટાગ્રામની દુનિયામાં આવતાની સાથે જ વાયરલ થવા લાગી.
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ દિવસેને દિવસે બોલ્ડ થતી જઈ રહી છે. ઘણીવાર અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટા શેર કરી ચાહકોના દિલ જીતે છે. સામંથાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સામંથા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે થલાપતિ વિજય સાથે ‘થલાપતિ 69’માં જોવા મળશે. સામંથાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે માયોસિટિસ નામના ઓટોઇમ્યુન રોગથી પીડાઈ રહી છે, જેના માટે તે 2022થી સારવાર લઈ રહી છે.