કરીના કપૂર ખાને બિકીની વાળી શેર કરી સેલ્ફીઝ, બધામાં જોવા મળ્યો અલગ અવતાર

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આ સાથે, ભારતીય ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરના પાકિસ્તાની ડિઝાઇનર ફરાઝ મન્નાન સાથેના ફોટા વાયરલ થતા હોબાળો મચી ગયો અને આ કારણે કરીના હેડલાઇન્સમાં આવી ગઇ.

આ ફોટો સામે આવ્યા બાદ ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા છે અને અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. કરીના કપૂર તાજેતરમાં એક કાર્યક્રમ માટે દુબઈ ગઈ હતી. આ દરમિયાન તે પાકિસ્તાની ડિઝાઇનર ફરાઝ મન્નાનને મળી અને બંનેએ સાથે પોઝ પણ આપ્યો. ફરાઝે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરીના સાથેના ફોટા પણ શેર કર્યા છે.

જો કે હાલ કરીના તેની વધુ કેટલીક તસવીરોને કારણે સમાચારોમાં છે, કરીનાએ તેની કેટલીક સેલ્ફીઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તે અલગ અલગ લુકમાં જોવા મળી રહી છે.બોલિવૂડમાં એવી ઘણી હસીનાઓ છે, જેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યા પછી તેમના કરિયરના પીક પર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અથવા તો લગ્ન કરી લીધા.

જો કે ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે લગ્ન પછી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું પરંતુ કેટલીક હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી છે. કરીના કપૂર પણ આમાંથી જ એક છે, જેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યા પછી, પોતાની કારકિર્દીના શિખર પર છૂટાછેડા લીધેલા અભિનેતા સાથે લગ્ન કર્યા, જેના માટે તેને લોકો તરફથી ઘણી ટીકાઓ સાંભળવી પડી હતી.

છૂટાછેડા લીધેલા બીજા ધર્મના અભિનેતા સાથે લગ્ન બાદ કરીનાને લોકો કહેવા લાગ્યા હતા કે તેની કારકિર્દી ખતમ થઈ જશે, પણ એવું કંઈ થયું નહીં. કરીના અને સૈફની પ્રેમ કહાની ઘણી હેડલાઇન્સમાં રહી હતી. કરીના કપૂરના લગ્નને 10 વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો છે અને આજે પણ આ કપલ તેમના બંને બાળકો સાથે ખુશીથી જીવન જીવી રહ્યુ છે.

કરીના હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. એટલું જ નહીં, લગ્ન પછી પણ અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મો પણ આપી. કરીનાએ 2000માં આવેલી ફિલ્મ ‘રેફ્યુજી’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જે અભિષેક બચ્ચનની પણ પહેલી ફિલ્મ હતી. આટલા વર્ષોની કારકિર્દીમાં કરીનાએ 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હજુ પણ કરી રહી છે.

કરીના કપૂરે 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આ સૈફના બીજા લગ્ન હતા. સૈફને પહેલી પત્ની અમૃતા સિંહ સાથે બે બાળકો છે, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. આ ઉપરાંત સૈફ અને કરીનાને પણ બે બાળકો છે તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન..

Previous Article

મોં માગી ફીસ લે છે આ 5 ખૂબસુરત પંજાબી એક્ટ્રેસ, સાંભળી ઉડી જશે હોંશ

Next Article

ટીવીમાં સીતા-પાર્વતી બનવાવાળી એ 7 એક્ટ્રેસ જે રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ; જુઓ તસવીરો

error: Unable To Copy Protected Content!