ભાઈજાનના હાથમાં ડાયમંડ વાળી ઘડિયાળની તસવીરોએ મચાવ્યો તહેલકો, લાખો રૂપિયાની ઘડિયાળ જોઈને લોકોની આંખો થઇ ચાર..
salman khan rolex watch price: બોલીવુડના સુપરસ્ટાર અને કરોડો લોકો જેને ભાઈજાન કહીને બોલાવે છે એ અભિનેતા સલમાન ખાન (salman khan) ના ચાહકો ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. સલમાનનો એક લુક જોવા માટે પણ ચાહકો અધિરા બનતા હોય છે, ત્યારે તેની ફિલ્મોની પણ ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા હોય છે. હાલમાં જ સલમાન ખાનની “કિસીકા ભાઈ, કિસીકી જાન” ફિલ્મ રિલીઝ થઇ છે.
આ ફિલ્મ 21 એપ્રિલના રોજ જ થિયેટરમાં રિલીઝ થઇ. દરમિયાન અભિનેતાએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં ચાહકોની નજર તેની ઘડિયાળ પર પડી હતી. સલમાન ખાન તેની સ્ટાઇલિશ ફેશન સેન્સ અને લક્ઝરી એક્સેસરીઝના શોખ માટે જાણીતો છે. અભિનેતા તાજેતરમાં ફિલ્મફેર એવોર્ડ પ્રેસ ઇવેન્ટમાં 18K પીળા સોનાના કેસ અને બ્રેસલેટ સાથે રોલેક્સ ડે-ડેટ 36 ટર્કોઇઝ ડાયલ ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હતો.
સલમાન ખાનના કલેક્શનમાં હવે વધુ એક લક્ઝરી આઇટમનો ઉમેરો થયો છે, જે છે કાંડા ઘડિયાળ. તેના કાંડામાં બાંધેલી ગોલ્ડન કલરની ચમકતી રોલેક્સ ઘડિયાળ (gold rolex watch) ની કિંમત લાખોમાં છે, આટલા પૈસામાં કોઈ પણ વ્યક્તિ લક્ઝરી કાર પણ ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાઈજાનની આ ઘડિયાળની કિંમત લગભગ $57,200 છે. એટલે કે ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત 47 લાખ રૂપિયા છે.
ડીએનએના અહેવાલો અનુસાર રોલેક્સ કંપનીની આ લક્ઝરી ઘડિયાળ ઉચ્ચ કક્ષાની સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. આ એક Oyster Perpetual Day-Date 36 ડાયલ ઘડિયાળ છે. તે લગભગ 18 કેરેટ પીળા અને સફેદ સોનામાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં હીરા જડવામાં આવે છે.
View this post on Instagram
મીડિયા રીપોર્ટ અનુસાર સલમાને ડિસેમ્બર 2022માં પોતાના જન્મદિવસના અવસર પર પણ આ ઘડિયાળ પહેરી હતી. આ પહેલા પણ ભાઈજાન ઘણા પ્રસંગોએ આ ગોલ્ડન રિસ્ટ વૉચ પહેરીને જોવામાં આવ્યા છે. અને થોડા દિવસો પહેલા ભાઈજાને પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ ઘડિયાળ તેના હાથમાં જોવા મળી હતી. આ સિવાય સલમાને ફિલ્મફેર એવોર્ડની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આ ઘડિયાળ પહેરી હતી.