ભાઇજાનની ખરાબ હાલત જોઈને કરોડો ફેન્સને ટેંશન ચડી ગયું, જુઓ તસવીરો એવું તો શું થયું યાર
બોલિવુડ અભિનેતા સલમાન ખાન પર આ દિવસોમાં લોકોની નજર અટકેલી છે, કારણ કે તેની આગામી ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનની રીલિઝ માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ જેવા કલાકાર છે. સલમાન આ ફિલ્મનું ખૂબ પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મની રીલિઝ પહેલા એક્ટર ચાહકોનું એક્સાઇટમેંટ વધારી રહ્યો છે.
આપણે બધા જાણીએ છીએ કે ભાઈજાન તેની ફિટનેસ માટે જાણીતો છે અને તેણે જિમમાં લેગ્સ ડે પર તેના પગની એક તસવીર શેર કર્યા પછી બધા ચોંકી ગયા હતા. ચાહકો એ તસવીર પરથી નજર હટાવી નહોતા શક્યા. ત્યારે હવે સલમાન ખાનના બીજા કેટલાક એવા ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો સમજી શકતા નથી કે આ શું છે. સલમાનને આ રીતે જોઈને કેટલાકને લાગી રહ્યું છે કે તેને કંઈક થયું છે.
સોશિયલ મીડિયા પર જે રીતે સલમાનના પગની તસવીરો વાયરલ થઇ હતી તે જોઈને કેટલાક ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, હાલમાં સલમાને જે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેમાં તે ગ્રે શોર્ટ્સમાં અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળે છે. પહેલી તસવીરમાં તે તેના જિમના સાધનોની સીટ પર આરામ કરતો જોઈ શકાય છે. બીજી તસવીરમાં તે પાણીની નાની બોટલ પકડેલો અને છેલ્લી તસવીરમાં તે પાણી પીતો જોવા મળે છે.
આ તસવીરો શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું- મને લેગ્સ ડે બિલકુલ પસંદ નથી. ખરાબ હાલત. જણાવી દઇએ કે, સલમાન ખાન તેની પરફેક્ટ બોડી માટે ફેમસ છે. અભિનેતા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે દરરોજ જીમ અને કસરત કરે છે. રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન કલાકો જીમમાં વિતાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઇદના રોજ રીલિઝ થવાની છે.
આ ફિલ્મમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ, સિદ્ધાર્થ નિગમ, વેંકટેશ દગ્ગુબાતી, રાઘવ જુયાલ, પલક તિવારી અને જસ્સી ગિલ છે. સાઉથ સુપરસ્ટાર અને RRR ફેમ રામ ચરણે ફિલ્મમાં કેમિયો કર્યો છે. રિલીઝ થયેલા પોસ્ટર અને ટીઝરમાં સલમાન ખાનનો અલગ જ લુક જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, આ ફિલ્મ બાદ તે કેટરીના કૈફ સાથે ટાઇગર 3માં જોવા મળવાનો છે.