ભાઈના લગ્નમાં ભાઈજાન મન મૂકીને ઝૂમ્યો, નવી ભાભી અને ભત્રીજા સાથે પોતાની જ ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

ફેન્સ પૂછવા લાગ્યા, “ક્યાં સુધી બીજાના લગ્નમાં નાચશો !” અરબાઝ અને શૂરા ખાનના લગ્નમાં ભાઈ સલમાન ખાને કર્યો ખુબ જ ડાન્સ

Salman Khan Danced On Arbaaz Wedding : બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાનના ઘરમાં હાલ ખુશીનો પ્રસંગ ચાલી રહ્યો છે. તેનો ભાઈ અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરમાં પણ બીજીવાર લગ્ન કર્યા. અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે છૂટાછેડાના 6 વર્ષ બાદ ફરીવાર લગ્ન કર્યા છે. રવિવારે એટલે કે 24મી ડિસેમ્બરે અરબાઝે તેની ગર્લફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા. નિકાહમાં આખો ખાન પરિવાર અને ઇન્ડસ્ટ્રીના કેટલાક સિલેકટ સ્ટાર્સે હાજરી આપી હતી. હવે આ વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ધીમે ધીમે સામે આવી રહ્યા છે.

ભાઈજાને કર્યો ડાન્સ :

ઘણા વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં એક વીડિયો સલમાન ખાનનો પણ સામે આવ્યો છે, જેમાં તે લગ્નની ઉજવણી દરમિયાન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.  આ વીડિયોમાં સલમાન ખાન તેના ભત્રીજા અરહાન ખાન સાથે દબંગ ફિલ્મના ગીત ‘તેરે મસ્ત-મસ્ત દો નૈન…’ પર ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને દુલ્હન શુરા ખાન પણ તેની સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અરબાઝનો દીકરો પણ નવી મમ્મી સાથે ઝૂમ્યો :

આ પછી જ્યારે સિંગર હર્ષદીપ કૌરે પાર્ટીમાં ‘દિલ દિયાં ગલ્લાં’ ગીત ગાયું ત્યારે સલમાન ખાનની સાથે તમામ મહેમાનો તેના પરફોર્મન્સની મજા લેતા જોવા મળ્યા હતા.  અન્ય એક વીડિયોમાં અરબાઝ ખાન તેના પુત્ર અરહાન અને હર્ષદીપ કૌર સાથે ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ ગાતો જોવા મળ્યો હતો. અરબાઝ ખાનના લગ્ન સમારોહમાં સલમાન ખાન ઉપરાંત સોહેલ ખાન, માતા-પિતા સલીમ ખાન અને સલમા ખાન સહિત આખો ખાન પરિવાર જોવા મળ્યો હતો. આ સિવાય આ કાર્યક્રમમાં રવિના ટંડન, રિદ્ધિમા પંડિત, રિતેશ-જેનેલિયા, ફરાહ ખાન, સાજિદ ખાન પણ જોવા મળ્યા હતા.

ફિલ્મના સેટ પર શૂરા સાથે થઇ હતી મુલાકાત :

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન અને શુરા ખાન અરબાઝની આગામી ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મ અરબાઝ ખાનના પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે, જે આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં અરબાઝ ઉપરાંત રવિના ટંડન, માનવ વિજ, ચંદન રોય સાન્યાલ, જતીન ગોસ્વામી, અનુષ્કા કૌશિક અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક પણ જોવા મળશે. અરબાઝ ખાને 1998માં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. બંને લગભગ 19 વર્ષ પછી અલગ થયા. મલાઈકાથી અલગ થયા બાદ અરબાઝ લાંબા સમયથી જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાયેલો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel