બોલિવુડના જાણિતા નિર્દેશક સુભાષ ઘઇ આજે એટલે કે 24 જાન્યુઆરીએ તેમનો 78મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમણે એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. સુભાષ ઘઇની પાર્ટમાં બોલિવુડના ભાઇજાન સલમાન ખાન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કાર્તિક આર્યન, મહિમા ચૌધરી, અનુપમ ખેર, જયા બચ્ચન સહિત અનેક સ્ટાર્સ પોતાના અંદાજમાં પહોંચ્યા હતા.
શત્રુધ્ન સિન્હા પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં બોલિવુડની જાણિતી સિંગર અલ્કા યાગ્નિક, પરિવાર સાથે રોનિત રોય તેમજ જેકી શ્રોફ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાનનું ટશન જોવા મળ્યુ હતુ. રેડ પેન્ટ અને જેકેટમાં સલમાન સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. ત્યાં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. એશ્વર્યાએ સૂટ સાથે દુપટ્ટો કેરી કર્યો હતો.
અભિનેત્રીના સૂટ અને દુપટ્ટાની સ્ટાઇલને લોકોએ ઘણી પસંદ કરી. એશ્વર્યાનો નવો લુક સામે આવતા જ છવાઇ ગયો હતો.ઐશ્વર્યા રાયના આ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીરોમાં અભિષેક બચ્ચન ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચનના ચશ્મા તેના લુકને વધુ સારા બનાવી રહ્યા હતા. આ બર્થડે પાર્ટીમાં અભિષેક અને ઐશ્વર્યાએ એકસાથે એન્ટ્રી કરી હતી. બંને એક સાથે કારમાં પહોંચ્યા હતા અને તેમણે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા.
બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા રાય ખુલ્લા વાળમાં જોવા મળી હતી. સુભાષ ઘાઈએ પત્ની અને પુત્રી તેમજ સલમાન ખાન સાથે જન્મદિવસની કેક કાપી હતી. આ પ્રસંગે સલમાનના એક્સપ્રેશન જોવા લાયક હતા. બોલિવુડના જાણિતા અભિનેતા શત્રુઘ્ન સિંહા આ દરમિયાન પત્ની પૂનમ સિંહા સાથે જોવા મળ્યા હતા.
બીજી તરફ સુભાષ ઘઈએ સલમાન ખાનને પોતાના હાથે કેક ખવડાવી હતી. અનિલ કપૂર અને અનુપમ ખેર પણ જન્મદિવસની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. બંનેએ સાથે મળીને કેમેરામેનને પોઝ પણ આપ્યા હતા.
પોતાના અવાજથી દરેકના દિલ પર રાજ કરનાર સિંગર અલકા યાગ્નિક પણ સુભાષ ઘાઈને તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચી હતી. આ પ્રસંગે તેના પતિ નીરજ પણ હાજર હતા. જણાવી દઇએ કે તે સુભાષ ઘાઈ હતા જેમણે મહિમાને પહેલીવાર ફિલ્મ પરદેસમાં અભિનય કરવાની તક આપી હતી.
જેકી શ્રોફ સુભાષ ઘઈને તેમના જન્મદિવસ પર અભિનંદન આપવા માટે એક છોડ લઇને પહોંચ્યા હતા.અમિતાભ બચ્ચનની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન પણ મોડી રાત્રે સુભાષ ઘઈને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચી હતી.
View this post on Instagram
જોકે, જયા લાંબો સમય પાર્ટીમાં રહી ન હતી. ‘પરદેસ’, ‘એતરાઝ’, ‘ખલનાયક’, ‘રામ લખન’ જેવી શાનદાર ફિલ્મો માટે બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક સુભાષ ઘઈ જાણિતા છે.
View this post on Instagram