સંત સ્ટેજ પર આપતા હતા પ્રવચન અને અચાનક થયુ એવું કે… લાઇવ વીડિયો કેમેરામાં થયો કેદ

કર્ણાટકના બેલાગવીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાર્યક્રમમાં પ્રવચન આપતી વખતે એક સંતને હાર્ટ એટેક આવ્યો અને તેમનું સ્ટેજ પર જ મોત થયું. આ ઘટના 6 નવેમ્બરની છે, પરંતુ હવે વીડિયો સામે આવ્યા બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કર્ણાટકના બાસગાવીમાં સંત સંગના બસવ સ્વામી તેમના અનુયાયીઓને સંબોધિત કરી રહ્યા હતા અને સ્ટેજ પર બોલતા બોલતા અચાનક બેભાન થઈ ગયા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે તેનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું છે અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

53 વર્ષીય સંગના બસવા સ્વામી બાલોબાલા મઠના મુખ્ય સંત હતા અને બસવયોગ મંડપ ટ્રસ્ટના વડા પણ હતા. 6 નવેમ્બરે તેમનો જન્મદિવસ હતો અને તેઓ તેમના મઠમાં તેમના અનુયાયીઓને સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન તેઓ અચાનક બેભાન થઇ પડ્યા હતા અને બાદમાં તેમનું મોત થયું હતું. રાજસ્થાનમાં ગયા મહિને આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન સ્ટેજ પર ભાષણ આપતી વખતે એક નેતાનું મૃત્યુ થયું હતું. તે કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ મંચ પર હાજર હતા.

26 ઓક્ટોબરે યુથ કોંગ્રેસના નેતાને ભાષણ આપતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેઓ સ્ટેજ પર જ પડી ગયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી.

Shah Jina