દુઃખદ સમાચાર: ગોંડલના સંત 1000 મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા, ભક્તોમાં ફરી વળ્યું શોકનું મોજું

રાજકોટના ગોંડલ સ્થિત પ્રસિદ્ધ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજના દેવલોક પામ્યાના સમાચાર મળતા હજારો ભક્તો દુઃખી દુઃખી થઇ ગયા છે. જેને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમણે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા.

જો કે, સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારે ભક્તો અંતિમ દર્શન કરે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. તેઓ 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

ભારતીય ફેમસ ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુ પર અનન્ય શ્રધ્ધા ધરાવે છે. ક્રિકેટર પુજારા ગોંડલના રામજી મંદિરની મુલાકાત લઇને તેમના આશીર્વાદ લે છે. બાપુ સાથે ક્રિકેટરને ચેતેશ્વર પુજારા અનેક વખત સત્સંગ કરતા જોવા પણ મળ્યા છે. તેમના દીર્ધાયુ માટે રામજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિરમાં રામધૂન શરૂ કરવામાં આવી હતી.

YC