બિસ્તર પરના રાત વાળા સિક્રેટ સૈફ અલી ખાને દિકરી સામે ખોલ્યા, ભલભલા શરમાઈ જશે, જુઓ
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર તેના પિતા સૈફ અલી ખાન સાથે સમય પસાર કરતી જોવા મળે છે. સારા તેના પિતા સાથે સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે. પિતા સૈફ અલી ખાન પણ દીકરીને મિત્ર માને છે. એટલું જ નહીં, સારા તેના પિતાની બીજી પત્ની કરીના કપૂર ખાન સાથે પણ સારુ બોન્ડિંગ શેર કરે છે.
જણાવી દઈએ કે એકવાર સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે બોલિવૂડના ફેમસ ફિલ્મમેકર કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચી હતી. આ ચેટ શોમાં પિતા-પુત્રીની જોડીએ ઘણા અંગત રહસ્યો જાહેર કર્યા હતા. આ ચેટ શોમાં સૈફ અલી ખાને પોતાના બીજા લગ્ન અને પત્ની કરીના કપૂર વિશે ઘણી વાતો કહી હતી. સૈફે શોમાં તેના બેડરૂમના સિક્રેટ્સ પણ શેર કર્યા હતા.
કરણ જોહરે સારા સામે સૈફને તેની લેડી લવ અને લગ્ન જીવન વિશે પૂછ્યું હતું. કરણ જોહરે સૈફ અલી ખાનને પૂછ્યું કે કરીના કપૂરનો જીમ લૂક ઘણો વાયરલ થાય છે. આ અંગે તેની પ્રતિક્રિયા શું છે ? તેના પર સૈફે કહ્યું કે – કરીના જિમ જાય તે પહેલા હું તેનો લુક ચેક કરું છું અને બેડરૂમમાં જ તેની ઘણી તસવીરો ક્લિક કરું છું. તે પણ ક્લોઝ-અપમાં. આ બધું સાંભળીને સારા અલી ખાન શરમાવા લાગે છે અને પોતાના બંને કાન બંધ કરી લે છે.
એટલું જ નહીં, પિતાની આ બધી વાતો સાંભળીને તે અલગ-અલગ પ્રકારના ચહેરાઓ પણ બનાવવા લાગે છે. આ પછી સૈફ કહે છે કે જ્યારે પણ કરીના ઘરની બહાર જાય છે ત્યારે તે તેને ધ્યાનથી ચેક કરે છે. આ ઉપરાંત સૈફ અલી ખાને વધુમાં કહ્યું હતુ કે સારા અલી ખાન માટે તેને પૈસાવાળો છોકરો જોઈએ છે, જો કે આના પર જેના પર સારાએ જવાબ આપ્યો કે અબ્બા તમે તો ચૂપ જ રહો, આ બધું ખોટું છે.