બીજી મહિલાને પત્ની સમજી સૈફ અલી ખાને રાખી દીધો ખભા પર હાથ, જોતા જ કરીનાએ આપ્યુ આ રિએક્શન, ચાહકો બોલ્યા- હવે ખૈર નથી…

એરપોર્ટ પર સૈફ અલી ખાનનું થઇ ગયુ Moye Moye… બીજી છોકરીને કરીના સમજી રાખી દીધો હાથ, લોકો બોલ્યા- કન્ફ્યુઝ થઇ ગયો સૈફ

કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડના રોયલ કપલ્સમાંથી એક છે. કપલ હાલમાં જ બે બાળકો તૈમુર અને જેહ સાથે પટૌડી હાઉસ ગયા હતા. અભિનેત્રીએ ત્યાંથી ફોટા પણ પોસ્ટ કર્યા હતા. પરંતુ આ પહેલા તમામને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જ્યાં સૈફ અલી ખાન સાથે ‘મોયો મોયે’ થઇ ગયું.

કરીના સમજી બીજી મહિલા પર સૈફે રાખી દીધો હાથ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૈફ કરીના સમજી એક મહિલાના ખભા પર હાથ મૂકી દે છે. થયુ એવું કે મહિલા કર્મચારી અને કરીના બંનેએ રેડ જેકેટ કેરી કર્યુ હતુ અને આ જોઇ કદાચ સૈફ કન્ફ્યુઝ થઈ ગયો હશો. જો કે, મહિલા પર હાથ મૂકતા જ સૈફને ખબર પડી કે તે બેબો નથી, તો સૈફ હસવા લાગે છે.

કરીનાના એક્સપ્રેશન થઇ ગયા ચેન્જ

સૈફની આ હરકત પર કરીનાનું રિએક્શન પણ જોવા જેવું હોય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી લોકો ફની રિએક્શન્સ આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું, ‘કરીના કહી રહી હશે, ઘરે ચલ તને બતાવું. જ્યારે એકે લખ્યું, ‘બંને રેડ ડ્રેસમાં હતા, એટલે બિચારો સૈફ કન્ફ્યુઝ થઈ ગયો.’

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

ત્યાં એકે લખ્યું, ‘કરીનાના એક્સપ્રેશન ચેન્જ થઇ ગયા. સૈફ માટે સારું નથી. એકે કહ્યું, ‘સાહેબ, તે બે કરીના મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, મેન વિલ બી મેન. તો બીજાએ લખ્યું, ‘કરીનાને જુઓ, તેને કોઈ ફરક નથી પડ્યો. તે શાંત છે. બેબોને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની કોઈ પરવા નથી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

=”

Shah Jina