સચિન તેંડુલકરની મુશ્કેલી વધી શકે છે, કાળા નાણામાં સચિનનું નામ સામે આવતા ભારત રત્ન પરત લેવા રાષ્ટ્રપતિને..જાણો વિગત

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી પેન્ડોરા પેપર્સમાં સચિનનું નામ સામે આવ્યું છે ત્યારથી તેમના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ કેસને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે રાયપુરની RAV લીગલ ફર્મે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પાસેથી ભારત રત્ન પરત લેવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. નોંધનિય છે કે, RAV લીગલ ફર્મની માલિકી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને બહુ જાણીતા વકીલ વિવેક તન્ખાના પુત્રની છે. ચાલો જાણીએ તેમણે શું પત્રમાં લખ્યું છે.

વિદેશમાં કંપની બનાવીને પૈસાનું રોકાણ કર્યું : નોંધનિય છે કે સચિન તેંડુલકર પર ગેરકાયદેસર રીતે વિદેશમાં પૈસા છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. RAV લીગલ ફર્મનો દાવો છે કે સચિને ટેક્સ ફ્રી કન્ટ્રી ગણાતા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા. આરએવીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેંડુલકરે તેની પત્ની અંજલિ અને સસરા આનંદ મહેતા સાથે ભાગીદારીમાં SAAS ઇન્ટરનેશનલ નામની કંપની શરૂ કરી હતી અને આ કંપની દ્વારા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. સચિન તેંડુલકરની કંપની SAASનું સમગ્ર કામ અલગોકલ લો ફર્મ દ્વારા કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. આ ફર્મ ટેક્સ હેવન્સ કહેવામાં આવતા પનામા દેશોમાં વિદેશી ધનકુબેરોની મદદ કરે છે.

પેન્ડોરા પેપર્સમાં નામ આવ્યા બાગ સચિને કંપની બંધ કરી : તમને જણાવી દઈએ કે, RAVએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે જ્યારે આ ફર્મનું નામ પેન્ડોરા પેપર્સમાં આવ્યું ત્યારે SAAS કંપની બંધ કરી દીધી અને ત્યાં જમા 60 કરોડ રૂપિયા ભારત લાવવામાં આવ્યા હતા. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે તેંડુલકરે તેના પ્રવક્તા દ્વારા જાણ કરી હતી કે તેણે સરકારી યોજના LRASનો લાભ લીધો છે અને તમામ ભરવાપાત્ર કર ચૂકવ્યો છે.

RAVએ હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપી : આરએવી લીગલ ફર્મે જણાવ્યું હતું કે, શેલ કંપની દ્વારા વિદેશમાં પૈસા જમા કરાવવા એ ભારતીય કાયદાની વિરુદ્ધ છેતરપિંડી ગણાવી છે. તેમણે કહ્યું કે, ભારત રત્નથી સન્માનિત સચિન દ્વારા વિદેશમાં પૈસા જમા કરાવવા ખોટું છે. તેનાથી સમગ્ર દેશમાં ખોટો મેસેજશ જાય છે. તેથી તેમની પાસેથી ભારત રત્નનું સન્માન પાછું ખેંચી લેવું જોઈએ. કંપનીએ કહ્યું કે જો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અંગે કોઈ નિર્ણય નહીં લે તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવશે.

YC