TMKOCમાં થઇ નવી તારક મહેતાની એન્ટ્રી, આ ફેમસ અભિનેતા આવશે હવેથી…જુઓ PHOTOS

ભારતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ નામના મેળવી ચુકેલો સૌથી લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. પરંતુ આ શો છેલ્લા ઘણા સમયથી એક કારણે ખુબ જ ચર્ચા છે. શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢા શો છોડીને જવાના સમાચારે દર્શકોને પણ ચિંતામાં મુક્યા હતા, પરંતુ હવે એ નક્કી થઇ ગયું છે કે શૈલેષ લોઢા શોમાં પરત નહીં ફરે અને તેમની જગ્યા પણ હવે નવા કલાકારને આપી દેવામાં આવી છે.

શૈલેષ લોઢાએ શો છોડ્યા પછી, તારક મહેતાના ચાહકોને આશા હતી કે નિર્માતાઓ તેને ફરી એકવાર શોમાં પાછા ફરવા માટે રાજી કરશે. જોકે આવું થઈ શક્યું નહીં. શૈલેષ લોઢા સહમત ન થયા અને બીજા શો સાથે પોતાની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. શૈલેષ લોઢાના વાપસીના દરવાજા બંધ થઈ ગયા પછી, નિર્માતાઓએ આખરે આ પાત્ર માટે ઓડિશન લેવાનું શરૂ કર્યું. ઘણા ઓડિશન લીધા બાદ હવે તારક મહેતાનું પાત્ર ભજવવા માટે એક પ્રખ્યાત ટીવી અભિનેતાને ફાઈનલ કરવામાં આવ્યો છે.

સચિન શ્રોફ આ શોમાં તારક મહેતા તરીકે એન્ટ્રી કરવાનો છે. ટીવીમાં પોતાના અલગ-અલગ પાત્રો માટે પ્રખ્યાત સચિન શ્રોફ હાલમાં જ બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝમાં તેણે એક મીન પોલિટિશિયનની ભૂમિકા ભજવી હતી. જોકે હવે તે એકદમ અલગ અને સકારાત્મકતાથી ભરપૂર પાત્રમાં જોવા મળશે. સચિન શ્રોફે આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે એક-બે દિવસમાં શોમાં એન્ટ્રી પણ કરી શકે છે. અસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

તારક મહેતામાં સચિન શ્રોફની એન્ટ્રી ખૂબ જ રસપ્રદ રીતે થશે. આપણે જોઈશું કે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં તારકની ગેરહાજરીને કારણે અંજલિ ખૂબ જ દુઃખી છે. તેણીએ નક્કી કર્યું કે આ વખતે તે ઉજવણીમાં ભાગ લેશે નહીં. આ દરમિયાન શોમાં તેની એક મોટી સરપ્રાઈઝ એન્ટ્રી છે. આ સરપ્રાઈઝ બીજું કોઈ નહીં પણ નવા તારક મહેતા હશે.

આજતક મીડિયા સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું- હા, અમે અમારા શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. આ શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન આવી રહ્યો છે. સચિને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ સાથે અમે વચ્ચેનો રસ્તો  શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણે શો છોડી દીધો. હવે દર્શકો તો રોકાઈ શકતા નથી ને. મારે તેમના માટે શોમાં કોઈને તો લાવવું પડશે.

Niraj Patel