યુક્રેનના ડોનેત્સ્કમાં થયા ધમાકા, રશિયાની સેના કરી રહી છે ગોળીબારી, ચારેયબાજુથી એટેક શરૂ કરી દીધો છે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં તેના 7 નાગરિકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે. આ સાથે જ રશિયાએ દાવો કર્યો છે કે તેની સેના યુક્રેનમાં ઘુસી ગઈ છે. આ દરમિયાન, યુદ્ધની તબાહીની તસવીરો અને વીડિયો સામે આવવા લાગ્યા છે. યુક્રેનના અનેક શહેરો પર ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવી રહ્યો છે.રશિયાએ મોટો દાવો કર્યો છે કે યુક્રેનનું એર ડિફેન્સ નષ્ટ થઈ ગયું છે. બીજી તરફ યુક્રેને રશિયાના 5 યુદ્ધ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવનું એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે.

કિવની સાથે ખાર્કિવ, લુહાન્સ્ક અને ડોન્સ્કમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. કિવ સહિત તમામ એરપોર્ટ બંધ છે.યુક્રેને માર્શલ લો જાહેર કર્યો છે. રશિયાના હુમલા પર અમેરિકા અને નાટો દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે તે નાટો દેશો સાથે વાતચીત કરીને જડબાતોડ જવાબ આપશે. આ હુમલો ત્યારે થયો જ્યારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક ચાલી રહી હતી, પરંતુ હવે આ બેઠકનો કોઈ અર્થ નથી. યુક્રેનમાં હજુ સૂરજ ઊગ્યો ન હતો કે રશિયન સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો. બ્લાસ્ટ બાદ આગના ગોળા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

વિસ્ફોટ પછીની લાલ લાઈટ ભયાનક દ્રશ્યનું વર્ણન કરી રહી હતી. ખાર્કિવની જેમ રાજધાની કિવમાં પણ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. રશિયાએ ખાર્કીવ, કિવ, લુહાન્સ્ક, મેરીયુપુરલ અને ડોનેત્સ્કમાં જોરદાર બોમ્બમારો શરૂ કરી દીધો છે. રશિયાના કહેવા પ્રમાણે, તેનું નિશાન કોઈ યુક્રેનિયન નાગરિક નથી પરંતુ માત્ર યુક્રેનિયન સૈન્ય મથક છે. અહેવાલો અનુસાર, રશિયન સૈનિકો ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહ્યા છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તૈનાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પહેલા જ યુક્રેનમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી હતી.

આ હુમલા બાદ યુક્રેન દ્વારા માર્શલ લો પણ જાહેર કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. ગુરુવારે વહેલી સવારે અલગતાવાદીઓના કબજા હેઠળના પૂર્વી યુક્રેન શહેર ડોનેત્સ્કમાં ઓછામાં ઓછા પાંચ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. આ પછી મિલિટરીની ચાર ટ્રક ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રશિયાના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને યુક્રેને તેના કેટલાક એરપોર્ટ બંધ કરી દીધા છે. અધિકારીઓએ કેટલાક એરસ્પેસને “ડેન્જર ઝોન” તરીકે પણ જાહેર કર્યા છે. અહેવાલો અનુસાર, યુએન સુરક્ષા પરિષદ ત્રણ દિવસમાં તેનું બીજું કટોકટી સત્ર યોજશે.

આમાં યુક્રેન સંકટ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરહદી વિસ્તારો પાસે રશિયન સૈનિકોની તૈનાતી ચાલી રહી છે. અહેવાલ મુજબ, કિવની વિનંતી પર, આ બેઠક ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે યોજાવાની હતી. બુધવારે રશિયાના બે સૈન્ય કાફલા પૂર્વી યુક્રેનના અશાંત વિસ્તારમાં ડોનેટ્સક તરફ આગળ વધી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

બુધવારે કેટલાક મીડિયા અહેવાલોમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આધુનિક સૈન્ય સાધનોથી સજ્જ બે કાફલા ઝડપથી ડોનેસ્ક તરફ આગળ વધી રહ્યા છે. સાક્ષીઓ દાવો કરે છે કે આ કાફલાઓમાં લશ્કરી વાહનોમાં કોઈ દેશનું ચિહ્ન નથી. યુક્રેને યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને બુધવારે દેશમાં 30 દિવસની ઈમરજન્સી જાહેર કરી હતી.

Shah Jina