અનુજના પ્રેમમાં ડૂબેલી અનુપમા શરમથી થઇ લાલ ! બા સામે જ અનુજ સાથે કરવા લાગી રોમાન્સ- જુઓ વીડિયો

ટીવી શો “અનુપમા”માં આ દિવસોમાં ઘણા ટ્વીસ્ટ બતાવવામાં આવી રહ્યા છે. માલવિકાના આવ્યા બાદ અનુજ અને અનુપમા વચ્ચે થોડી દૂરી આવી ગઇ હતી પરંતુૂ અનુપમા હવે અનુજ માટે પ્રેમ મહેસૂસ કરી રહી છે અને હાલમાં જ બંને એકબીજા સાથે રોમાંસ કરતા નજર આવ્યા હતા. આટલું જ નહિ બંનેએ બા સામે જ પોતાની રોમેન્ટિક અદાઓ બતાવવાની શરૂ કરી દીધી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના આ દિવસોમાં અનુપમા શોમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે.

હાલમાં જ રૂપાલી ગાંગુલીએ ગૌરવ ખન્ના સાથે ‘મેરે નસીબ મેં તુ હે કે નહિ’ ગીત પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અનુપમા અને અનુજ એટલે કે રૂપાલી અને ગૌરવ સાથે બા એટલે કે અલ્પના બુચ પણ જોવા મળી રહ્યા છે. રૂપાલી અને ગૌરવના આ રોમેન્ટિક વીડિયોની બા પણ મજા લઇ રહ્યા છે. વીડિયોમાં રૂપાલી ગાંગુલીને શરમાતી પણ જોઇ શકાય છે. થોડી જ વાર પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયો પર ચાહકોએ લાઇક વરસાવવાનું શરૂ કરી દીધુ છે.

અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીના વીડિયોને ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી અનુજ એટલે કે ગૌરવ ખન્ના સાથે રૂપાલી વીડિયો બનાવી રહી છે. જેમાં તે અનુજ સાથે રોમેન્ટિક થતી પણ જોવા મળી રહી છે. શોમાં અનુપમાના જીવનમાંં આવેલા આ ટર્નથી ચાહકો ઘણા ખુશ છે.

જો સીરિયલની વાત કરીએ તો આ દિવસોમાં માલવિકાની એન્ટ્રીએ હંગામો મચાવી દીધો છે. માલવિકા તેના ભાઈ અનુજ સાથે લડાઈ કરીને શાહ પરિવારમાં ગઈ છે અને હવે ત્યાંના લોકોની પરવાનગી લઈને ત્યાં રહેવા લાગી છે. માલવિકાના ઘરે આવ્યા પછી કાવ્યા ફરી એક વાર ઈર્ષ્યા કરે છે. બીજી તરફ, અનુજને વનરાજ અને માલવિકાની પાર્ટનરશીપ અંગે વિશ્વાસ નથી.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina