ચહલ અને ધનશ્રી ભાભી થયા એકબીજાથી અલગ? સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી ચાહકોમાં ટેંશન વધ્યું, જુઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવા ચાલી રહી છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને એકબીજાથી અલગ થઈ શકે છે. ઘણા દિવસોથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર હતા, પરંતુ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠ પર કંઈક એવું બન્યું જેણે છૂટાછેડાની અફવાને વધુ વેગ આપ્યો.

જણાવી દઈએ કે ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણુ લોકપ્રિય છે. ચહલ ક્રિકેટના મેદાન પર તેના શાનદાર પ્રદર્શનથી હેડલાઇન્સ બનાવી રહ્યો હતો અને ધનશ્રી તેના ડાન્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કોહરામ મચાવી રહી હતી. જો કે હવે સવાલ એ ઊભો થાય છે કે 4 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ અચાનક શું થયું, કે તેમને અલગ થવુ પડશે.

ચહલ અને ધનશ્રીએ 22 ડિસેમ્બર 2024ના રોજ લગ્નના 4 વર્ષ પૂરા કર્યા. આ એક ખુશીનો પ્રસંગ હતો, પરંતુ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને શુભેચ્છા પાઠવી નહિ અને આને કારણે ચાહકો પણ ચોંકી ગયા. આ પહેલા બંને નાના-નાના પ્રસંગોએ એકબીજા માટે પ્રેમભરી પોસ્ટ કરતા હતા, પરંતુ લગ્નની વર્ષગાંઠ પર પણ એકબીજાને શુભેચ્છા ન આપવાને કારણે બંને વચ્ચે અણબનાવના સમાચારે વેગ પકડ્યો. જો કે, હજુ સુધી ચહલ અને ધનશ્રી તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પરંતુ KRKએ તેના X એકાઉન્ટ પર લખ્યું કે જ્યારે ક્રિકેટર ચહલે અભિનેત્રી ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા ત્યારે મેં તેમના છૂટાછેડાની આગાહી કરી હતી અને આખરે તેઓ અલગ થઈ ગયા. ચહલ મહા લુખ્ખા જેવો દેખાય છે અને ધનશ્રી ખૂબ જ હોટ છોકરી છે. તેથી, ચહલનું તેની સાથે લગ્ન કરવું 100% ખોટું હતું.

Shah Jina