ખુશખબરી: એક નહિ પણ 2-2 બાળકોના પેરેન્ટ્સ બનશે રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા, જુઓ ક્યૂટ તસવીરો

ફેન્સ માટે ખુશખબરી: જુડવા બાળકોની માતા બનવા જઇ રહી છે રૂબિના દિલૈક, પ્રેગ્નેંસી દરમિયાન થઇ હતી રોડ એક્સીડન્ટનો શિકાર, જુઓ તસવીરો

Rubina Dilaik Twins Baby: ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક છેલ્લા ઘણા સમયથી તેની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. તેની ડિલિવરીને આડે હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. અભિનેત્રી પ્રેગ્નેંસીના 9મા મહિનામાં છે અને હવે ગમે ત્યારે તેના ઘરમાં કિલકારી ગુંજી શકે છે. ત્યારે આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રૂબીના પહેલીવાર કેમેરા સામે તેના બાળકોનો રૂમ બતાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં રૂબીના બાળકોના રૂમમાં કરવામાં આવેલી આર્ટ જોવા મળી રહી છે.

જુડવા બાળકોની માતા બનશે રૂબિના દિલૈક

આ વીડિયો શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે- ‘નેસ્ટિંગ.’ જણાવી દઇએ કે, રૂબિના દિલૈકે હાલમાં જ તેના પોડકાસ્ટ શોમાં જણાવ્યું હતું કે તે એક નહીં પણ જોડિયા બાળકોને જન્મ આપશે. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે પ્રેગ્નેેંસીના ત્રીજા મહિનામાં તેનો અકસ્માત થયો હતો જેના કારણે તે ખૂબ જ નર્વસ થઇ ગઇ હતી. તેણે પતિ અભિનવ શુક્લાની પ્રતિક્રિયા વિશે પણ ઘટસ્ફોટ કર્યો. ટીવીની દુનિયામાં કિન્નર બહુ અને બિગબોસ 14 વિનરના નામથી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનાર રૂબિના દિલૈક લગ્નના 5 વર્ષ બાદ જુડવા બાળકોની માતા બનવા જઇ રહી છે.

પોડકાસ્ટ ‘કિસી ને બતાયા નહિ ધ મમાકાડો’ કર્યા અનેક ખુલાસા

રૂબિના અને તેના પતિ અભિનવ માટે આ ઘણી મોટી વાત છે. રૂબિના હાલમાં પોડકાસ્ટ ‘કિસી ને બતાયા નહિ ધ મમાકાડો’ શોમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તે ઘણી ખુશ દેખાઇ રહી હતી. શોમાં તેણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને વાતો કરી. રૂબિનાએ આ દરમિયાન જણાવ્યુ કે જ્યારે તેની ટ્વિન પ્રેગ્નેંસી વિશે અભિનવને ખબર પડી તો તે હેરાન રહી ગયો હતો.

3 મહિના સુધી પ્રેગ્નેંસીની જાણકારી કોઇને નહોતી આપી

આ સાથે તેણે પ્રેગ્નેંસીની શરૂઆતી પરેશાની વિશે પણ જણાવ્યુ. એક્ટ્રેસે કહ્યુ કે ડોકટરે શરૂઆતમાં તેને 12 અઠવાડિયા ગંભીર હશે તેવું કહીને ડરાવી દીધી હતી અને આનો ઉલ્લેખ કરવાની ના પાડી હતી. આ કારણે કપલે 3 મહિના સુધી કોઈને કહ્યું નહોતુ. આ એટલા માટે કારણ કે કેટલીકવાર એવી સંભાવના હોય છે કે એક ફીટ્સ ખત્મ થઇ જાય છે. મિસકેરેજના ચાન્સ વધારે હોય છે.

અભિનવ જોડિયા પ્રેગ્નેંસી લઈને ખૂબ જ ચિંતિત હતો

એટલે હું આ વસ્તુથી થોડી ડરતી હતી. અમારે મેડિકલી શ્યોર હોવાનું હતુ કે બંનેના શ્વાસ છે અને હવે અમે અમારા નજીકના લોકો સાથે આ સમાચાર શેર કરી શકીએ છીએ. તે ત્રણ મહિના ઘણા તણાવપૂર્ણ હતા.

તેણે વધુમાં કહ્યું કે અભિનવ જોડિયા પ્રેગ્નેંસી લઈને ખૂબ જ ચિંતિત હતો. મને હજુ પણ તે દિવસ યાદ છે જ્યારે મને તેની જાણ થઈ અને અમે ઘરે પરત ફરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

પ્રેગ્નેંસી દરમિયાન થઇ હતી રોડ એક્સીડન્ટનો શિકાર

મેં અભિનવને કહ્યું કે ટ્વિન પ્રેગ્નન્સી ખૂબ જ જટિલ છે અને આપણે ખૂબ જ સતર્ક રહેવું પડશે. હું ઉત્સાહિત હતી પણ સાથે જ નર્વસ હતી અને ડરી પણ ગઇ હતી. રૂબીનાએ તેના રોડ અકસ્માત વિશે પણ ખુલાસો કર્યો. અભિનેત્રીએ કહ્યું, ‘જ્યારે તે ત્રીજા મહિનાની પ્રેગ્નેંસી સ્કેન બાદ પરત ફરી રહી હતી, ત્યારે તેની કારનો અકસ્માત થયો અને તેને આંચકો લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

Shah Jina