અમદાવાદમાં યુવકની બાઇકને પંક્ચર પડ્યું અને ઘર નીચે ઉભો રહ્યો, મળ્યું એવું ભયાનક મોત કે વાંચીને તમારો આત્મા પણ કંપી ઉઠશે

અમદાવાદ પોળમાં બાઇકમાં પંચર પડતા યુવક ત્યાં ઉભો હતો પ્રતીક શાહ અને અચાનક જ તડપી તડપીને મળ્યું હીચકારું મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દુર્ઘટનાઓના ઘણા સમાચાર સામે આવે છે, આવી દુર્ઘટનાઓમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે અને પરિવાર પોતાના વ્હાલસોયા વ્યક્તિને હંમેશને માટે ગુમાવી બેસતા હોય છે. એવું કહેવાય છે કે મોત ક્યારે ક્યાંથી આવે કોઈને ખબર નથી હોતી, ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદવાદના કાલુપુરમાં આવેલા ડોશીવાળાની પોળમાં એક મકાનની નીચે પ્રતીક શાહ નામનો યુવક બાઈકમાં પંક્ચર પડતા ઉભો હતો. સાથે તેના પિતા પણ ઉભા હતા આ દરમિયાન જ મકાનની છતનો એક ભાગ ધરાશાયી થતા પ્રતીક અને તેના પિતા ઉપર પડતા બંને ઘાયલ થયા હતા.

જેના બાદ પ્રતીક અને તેના પિતાને તાત્કાલિક સારવાર માટે ગંભીર હાલતમાં જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે એ પહેલા જ પ્રતીકનું મોત નીપજ્યું હતું. જયારે પ્રતીકના પિતાની હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને પ્રતીકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

પ્રતીકની ઉંમર માત્ર 27 વર્ષની જ હતી. જુવાન જોધ દીકરાના મોતના સમાચારથી આખા પરિવારમાં આક્રંદ છવાયો છે. મકાનનો સ્લેબ કેવી રીતે તૂટી પડ્યો તેના વિશેની હજુ કોઈ જાણકારી નથી મળી રહી. પરંતુ કાલુપુર અને ખાડિયામાં ઘણા એવા જુના મકાનો આવેલા છે. જેના સમારકામની જરૂર છે.

Niraj Patel