લૂંગી ડાન્સ બાદ વાયરલ થયું લૂંગી રોકેટ…આ કાકાએ લૂંગીમાં રોકેટ ભેરવીને એક પછી એક હવામાં એવી રીતે ઉડાવ્યા કે જોનારના પણ હોંશ ઉડી ગયા…જુઓ વીડિયો

આ કાકાનો સ્વેગ તો જુઓ, રસ્તા પર ઉભા રહીને લૂંગીમાં ફસાવેલા રોકેટમાં આગ લગાવી એક પછી એક હવામાં ઉછાળતા રહ્યા… જુઓ વાયરલ વીડિયો

ઘણા લોકો એવા હોય છે જે રસ્તા પર ઉભા રહીને કરતબ બતાવતા હોય છે અને ઘણા લોકો તેમના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દેતા હોય છે. આવા વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને રાતો રાત આવા વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક કાકાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે પોતાની લૂંગીમાં રોકેટ ભેરવીને હવામાં ઉડાવી રહ્યા છે.

દિવાળી સમયમાં એક કાકાનો વીડિયો વાયરલ થયો હતો. જે પોતાની બગલમાં રોકેટ ભરવી અને બીડીથી સળગાવીને હવામાં ઉછાળી રહ્યા હતા. ત્યારે હવે વધુ એક રોકેટ કાકા વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ લુંગીમાં રોકેટ ફસાવીને ફોડતો જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે લુંગી પહેરેલ એક વ્યક્તિ રસ્તાના કિનારે ખૂબ જ આનંદ સાથે ઉભો છે. આ દરમિયાન તેની લુંગીમાં કેટલાક રોકેટ ફસાયેલા છે, જેને તે એક પછી એક આગ લગાડે છે અને હવામાં ઉડાડતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમને પ્રખ્યાત ‘લુંગી ડાન્સ’ યાદ આવી જશે, જેમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને લુંગી ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Prabu Parba (@prabuparba)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતો આ વીડિયો પ્રબુપરબા નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 88 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, ‘યે તો ફાયર હૈ રે ભાઈ.’ અન્ય યુઝરે લખ્યું, ‘ચાચાનો શાનદાર સ્વેગ.’

Niraj Patel