વડોદરામાં કોર્પોરેટરના NRI ભાઈ ભાભીને લૂંટી લીધા, અધધધધ તોલા સોનુ…..જાણો સમગ્ર મામલો

BJP કોર્પોરેટરનાં NRI ભાઈ-ભાભી લૂંટાયાં, અધધધધ તોલા સોનુ લઇ રફુચક્કર થઇ ગયા, કેટલા તોલા ગયું એ વાંચીને ચોંકી ઉઠશો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લૂંટારુઓ એવા બેફામ બન્યા છે કે ધોળા દિવસે પણ તે કોઈને લૂંટતા ગભરાતા નથી, આ ઉપરાંત ઘરમાં ઘૂસીને પણ ધાક ધમકી આપીને ચોરી કરી લેતા હોય છે, ત્યારે હાલ આવો જ એક મામલો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં ભાજપના કોર્પોરેટરના NRI ભાઈના ઘરમાં જ લૂંટારુઓ ઘુસી ગયા અને લાખોની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા વાસણા રોડના પેટ્રોલ પંપ નજીક આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા અને એજ વિસ્તારના ભાજપના કોર્પોરેટર સંગીતાબેન પટેલના ભાઈ દીપકભાઈ જેસીંગભાઈ પટેલના ઘરમાં ગત રોજ ચોરીની ઘટના બની હતી, જેમાં ચોરે ઘરમાં ઘૂસીને દંપતીને બંધક બનાવ્યું અને બંદૂકની અણીએ ઘરની તિજોરીમાં મૂકેલા 50 તોલા સોનાના દાગીના તેમજ રૂપિયા 40 હજાર રોકડ લઈને 3 ચોર ફરાર થઇ ગયા હતા.

દીપકભાઈ પટેલ છેલ્લા 36 વર્ષથી જર્મનીમાં રહેતા હતા. આગાઉ તેમના ત્રણ લગ્ન થઇ ચુક્યા હતા અને જેમાંથી બે લગ્નમાં તેમના છૂટાછેડા થઇ ચુક્યા હતા અને એક પત્ની અણબનાવને લઈને મુંબઈ ચાલી ગઈ હતી. જેના બાદ તે દિવ્યા પટેલ સાથે લિવ ઇનમાં રહેતા હતા. તેમને હાલમાં બે સંતાનો છે અને તે તેમનો વ્યવસાય સંભાળી રહ્યા છે. તેમની દીકરી પણ જર્મીનમાં જ સ્થાયી થઇ છે. ત્યારે આ દંપતી છેલ્લા બે વર્ષથી વડોદરામાં રહેતું હતું.

ગતરોજ જયારે આ દંપતી બહાર જઈને ઘરે આવ્યું અને દિવ્યાબેન કોઈ સાથે ફોન ઉપર વાત કરતા હતા અને દીપકભાઈ સોફા ઉપર બેઠા હતા ત્યારે જ 3 લૂંટારુઓ ઘરમાં ઘુસી આવ્યા હતા. આ ત્રણેય લૂંટારાઓએ કાળા રંગનું માસ્ક પહેરી રાખ્યું હતું. જેમાંથી એકે રિવોલ્વર તાકી હતી, બીજો  મારઝૂડ કરવા લાગ્યા અને ત્રીજાએ દિવ્યાબેનના હાથ પગ સેલોટેપથી બાંધી મોઢે પણ ટેપ લગાવી દીધી. જેના બાદ તેમની પાસેથી બળજબરીથી તિજોરીની ચાવી માંગવામાં આવી હતી અને આપવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જેના બાદ તેમને તિજોરીમાંથી અને દિવ્યાબેનના ગળામાંથી ચેઇન અને હાથમાંથી ચાર વીંટી લૂંટી લીધી. આ મામલે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના કાફલા સહીત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે ડોગ-સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તપાસનો દૌર શરૂ કર્યો છે. પોલીસને આ મામલે તહેવારોની મોસમ હોય આંતર રાજ્ય ગેંગ સક્રિય થઇ હોવાની શક્યતા છે.

Niraj Patel