માતાએ દીકરીના બેડરૂમમાં લગાવ્યો કેમેરો, પરંતુ તે પછી જે પણ થયુ તે ઘણુ ભયાનક હતુ, જાણો

માતાએ દીકરાના બેડરૂમમાં લગાવ્યો કેમેરો, પછી તેમાં કંઇક એવું જોયુ કે જેનાથી રુંવાડા ઊભા થઇ ગયા

કોઇ પણ માતા તેમના બાળકના બેડરૂમમાં કેમેરો લગાવતુ નથી, પરંતુ એક માતા જેણે કેમેરો એ માટે ખરીદ્યો કે તે તેના બાળકો પર નજર રાખી શકે. પરંતુ આ દરમિયાન તેણે કેમેરામાં એવું કંઇક જોયુ જેનાથી તેના રૂંવાડા ઊભા થઇ ગયા.

એક માતા તેના ચાર બાળકો સાથે અને પતિ સાથે રહે છે. તેના બાળકો કયારેય શાંત નથી બેસતા, દિવસભર ઉથલ પાથલ મચાવતા રહે છે. તેઓ કયારેક લુકા છુપી રમે છે અને કયારેક રમકડા પણ રમે છે અને ઘણીવાર તો તેઓ મેકઅપ પણ કરવા લાગી જાય છે, તેઓ 10 મિનિટ પણ આરામથી બેસતા નથી અને પૂરા ઘરમાં દોડ દોડ કરે છે.

પરંતુ તે બાળકોની શરારતથી પરેશાન ન હતી. તેની એક ચાર વર્ષની દીકરી જેને સમય સમય પર ચક્કર આવી જાય છે અને આ સ્થિતિ જાનલેવા નથી હોતી પરંતુ તે તેના પર ધ્યાન રાખવા માંગતી હતી. આ જ કારણ હતુ કે તે કંઇના કંઇ શોધતી રહેતી જેનાથી કામ તેનું સરળ થઇ જાય.

તે એક હોસ્પિટલમાં સાંજની શિફ્ટમાં રિસર્ચરનું કામ કરે છે અને તે માટે તે તેની દીકરી પર નજર રાખી શકતી ન હતી. તેના પતિ પણ એ કરી શકતા પણ તેને લાગતુ કે એ કાફી નથી. આ જ કારણ હતુ કે તેને કંઇ એવું કર્યુ જંનાથી તે પૂરી નિશ્ચિંત થઇ શકે.

તેણે જયારે સેલ ચાલતો હતો અને ડિસ્કાઉન્ટ મળતુુ હતુ ત્યારે એ વિચારીને કેમેરો લઇને આવી કે હવે તે નિશ્ચિંત રહેશે. પરંતુ આવું ન થયુ. કેમેરો લગાવ્યા બાદ કંઇક એવું થયુ જે અજીબ હતુ. જયારે 8 વર્ષની એલિસાને તેની બહેનના રૂમમાંથી એવો અવાજ સંભળાયો જે અજીબ હતો. તે બેડરૂમની અંદર આવી ઘઇ અને તેણે કંઇક એવું સાંભળ્યુ જેનાથી તે ઘણી ડરી ગઇ.

ત્યારે જ એક અજાણ્યા માણસે તેના સાથે વાત કરવાનું શરૂ કરી દીધુ. તે ઘણી હેરાન થઇ ગઇ. તેણે પહેલા આવો કોઇ અવાજ સાંભળ્યો ન હતો. તે સમજી શકી રહી ન હતી કે અવાજ કયાંથી આવી રહ્યો છે ?  તે બાદ એવુ થયુ કે જેને એલિસાને પૂરી રીતે ડરાવી દીધી.

હેકરે એલિસાને કહ્યુ કે તે તેની માતાની મજાક ઉડાવે, તેેને ગાળો આપે. એલિસા આ બધુુ સહન કરી શકી નહિ અને રડવા લાગી. પછી કેમેરાથી અવાજ આવી, અરે દીકરી સાંભળ મારાથી વાત કર. જવાબમાં એલિસા રડતા બોલી, મમ્મી તમે કયા છો ? હેકરે જે જવાબ આપ્યો તે થોડો અજીબ હતો. પરિવારની ચારેય દીકરીઓને ખરાબ સપના આવતા હતા અને એલિસાની તો હાલત ખરાબ હતી.

હેકરે ખૌફનાક અવાજમાં કહ્યુ, હું તારો બેસ્ટફ્રેડ છુ, તારી જે મરજી તુ કરી શકે છે. ઇચ્છે તો આ રૂમને પલટાવી દે. ટીવી ફોડી દે, જે મનમાં આવે એ કર. એલિસા ડરીને બોલી કે કોણ છે તુ ? ત્યાર બાદ પણ ઘણુ બધુ થયુ અને આખરે એક કંપનીએ ઇમેલના જવાાબમાં સ્વીકાર કર્યો કે અલગ અલગ રીતની ગતિવિધિઓ જોવા મળી છે. પરિવાર આટલા જવાબથી સંતુષ્ટ ન થયો અને સતત સંપર્ક કરવાની કોશિશ કરી.

બધી વખતે તેમને એકનો એક રેકોર્ડ કરેલ જવાબ મળતો હતો, જેનાથી તેઓ સંતુષ્ટ ન હતા. આખરે આવું ચાલ્યુ અને કંપનીના એક અધિકારીએ કહ્યુ કે, તેમણે કેમેરામાં મજબૂત પાસવર્ડ કેમ લગાવ્યો ન હતો. ત્યાર બાદ કંપનીએ કહ્યુ કે, તેઓ આ મામલે ગંભીરતા લેશે અને સમસ્યાનું સમાધાન નીકાળશે.

આ ઘટના બાદ કંપનીને પ્રોડક્ટની કેટલીક ખામીઓ પર વિચારવા મજબૂર થવું પડ્યુ. આ ઘટના જે થઇ તે પરિવાર માટે ભૂલાવવી સરળ ન હતી અને ખાસ કરીને તો બાળકો માટે આ ઘટના ભુલાવવી બિલકુલ સરળ નથી.

Shah Jina