અંબાણીની કોકટેલ પાર્ટીમાં રિહાનાએ રંગ જમાવ્યો, અંબાણી પરિવાર પણ મન મૂકીને ઝૂમતો જોવા મળ્યો, જુઓ વીડિયો

કોકટેલ પાર્ટીમાં વિદેશી સિંગર રિહાનાએ રંગ જમાવ્યો; અંબાણી પરિવાર પણ મન મૂકીને ઝૂમતો જોવા મળ્યો, જુઓ વીડિયો

Rihanna’s performance in Jamnagar : દુનિયા ભરના મોટા મોટા સેલેબ્સ હાલ જામનગરમાં છે. કારણ કે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે 1 માર્ચથી શરૂ થયેલા કાર્યક્રમ 3 માર્ચ સુધી ચાલવાના છે,   જેમાં ઘણા બધા સેલેબ્સ પર્ફોમન્સ પણ આપવાના છે. આ બધા જ પર્ફોમન્સમાં વિદેશી પૉપ સિંગર રિહાનાનું પર્ફોમન્સ ખુબ જ ખાસ છે અને તેની ઝલક ગઈકાલે જોવા મળી.

રિહાના જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત લાઈમલાઈટમાં છે. તેને ભારતમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં, રિહાનાએ તેના શાનદાર પ્રદર્શનથી બધાને ડાન્સ કરવા મજબુર કરી દીધા હતા.

ફંક્શનમાં આવેલા સ્ટાર્સ પણ રિહાનાના પરફોર્મન્સને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. રિહાનાના પરફોર્મન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક હેડલાઇન્સમાં છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રીહાના લીલા રંગના પોશાક પહેરીને તેના ડાન્સ અને ગીતો સાથે સ્ટેજ પર આગ લગાવતી જોવા મળે છે. આખો અંબાણી પરિવાર પણ રીહાના સાથે ડાન્સ કરતો જોવા મળે છે.

ખાસ કરીને અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટની ખુશીની કોઈ સીમા નથી. તે જ સમયે, નીતા અને મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે સ્ટેજ પર રિહાના સાથે ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

અન્ય એક તસવીરમાં, ગ્લોબલ આઇકન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, મોટા પુત્ર આકાશ અંબાણી, વહુ શ્લોકા મહેતા અને પુત્રી ઇશા અંબાણી સહિત અંબાણી પરિવારના અન્ય તમામ સભ્યો સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રિહાના અને તેની ટીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રિહાનાનો સામાન એરપોર્ટ પર જોવા મળ્યો તો બધા દંગ રહી ગયા. બેગ્સ ઉપરાંત, પોપ સિંગર તેની સાથે 10 ફૂટથી વધુ ઊંચા બોક્સ ધરાવતી ચાર મોટી ટ્રોલી લઈને આવી હતી.

રિહાનાએ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કરોડોની ફી વસૂલ કરી છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી સ્ટાર્સથી ભરપૂર છે, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સારા અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel