અનંતના મેરેજમાં 11 હજાર કરોડની માલિક રિહાનાનો સામાન જામનગર આવતા જ હોંશ ઉડી ગયા, આ શું લઈને આવી બાપ રે બાપ

Anant Ambani Radhika Merchant Pre Wedding: મુકેશ અંબાણીના નાના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ફક્ત આપણા દેશમાંથી જ નહીં પણ ફોરેનથી પણ ઘણા મોટા મોટા સેલિબ્રિટી આવ્યા છે. આ લિસ્ટમાં હોલિવૂડ સિંગર રિહાનાનું નામ પણ સામેલ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. હવે હોલિવૂડ સિંગર રિહાન્ના પણ તેમાં ભાગ લેવા જામનગર પહોંચી છે.પ્રખ્યાત હોલિવૂડ સિંગર રિહાન્ના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી છે.

ગઈકાલે જ જામનગર આવેલી રિહાના એરપોર્ટ પર જોવા મળી હતી. તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી.રિહાન્નાએ બોડીફિટ ટોપ સાથે લૂઝ ડેનિમ પહેર્યું હતું.

રિહાન્નાની ટીમ જામનગરમાંમાં આવતા જ ભારે ચર્ચા જાગી ગઈ છે. જો કે આ સમયે સૌથી વધુ ચર્ચામાં રહેલ બાબત રિહાનાના લગેજની છે, એક જોરદાર વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વસ્તુઓ રિહાનાની છે. આ વીડિયોમાં ઘણી ટ્રકો એક લાઇનમાંથી પસાર થતી જોવા મળી રહી છે,

જેના પર પેક થયેલો સામાન દેખાય છે. હવે આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જામનગરમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે કદાચ પહેલા ક્યારેય ભારતીય લગ્નમાં ન બન્યું હોય.

આ વીડિયો જોયા પછી લોકો એવી એવી કોમેન્ટ કરી રહ્યા છે કે તમને પણ હસું આવી જશે. ઘણા લોકોએ કહ્યું, એવું લાગે છે કે તેણે પોતાનું ઘર જ શિફ્ટ કર્યું ળગે છે. એક યુઝરે કહ્યું, કોઈ તેમને કહો કે બહેન, અહીં જામનગરમાં કાયમી માટે રહેવાનું નથી તમારે. કેટલાકે કહ્યું,

શું તેઓ ભારતમાં શિફ્ટ થઈ રહ્યા છે? એકે કહ્યું, એવું લાગે છે કે તમામ દહેજ અને શગુન રિહાના તરફથી છે. એક યુઝર્સે તો લખ્યું, આ સામાનને જારી કુર્લા થઈને ફેરવોને એક મિનિટ માટે. એક યુઝરે કહ્યું, જો તમારી પાસે પૈસા હોય તો શું શું થઈ શકે છે.

એરપોર્ટ પર આવનારા બધા જ ગેસ્ટ માટે સ્પેશિયલ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શણગાર ઉપરાંત પરંપરાગત મ્યુઝિક અને નૃત્ય માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નાસ્તા અને સ્વાગત પીણાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટની બહાર આવતા જ સેલિબ્રિટી ગેસ્ટના નાસ્તો અને પીણાં સાથે સ્વાગત કરવામાં આવે છે. તેના વીડિયો સતત સામે આવી રહ્યા છે.

YC