વધુ એક દીકરીએ વગાડ્યો ડંકો : ટીના ડાબીની બહેન રિયાએ પહેલા અટેમ્પમાં જ પાસ કરી UPSC, જાણો રિઝલ્ટ પર શુ કહ્યુ

UPSCએ 2020 સિવિલ સર્વિસ પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટ જારી કરી દીધા છે. આ વખતે વર્ષ 2016ની UPSC ટોપર ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ સિવિસ સેવા પરિક્ષામાં ઓલ ઇન્ડિયા રેંક 15 હાંસિલ કર્યો છે. IAS ટીના ડાબીએ આ મોકા પર તેની નાની બહેનને ટ્વિટરના માધ્યમથી શુભકામના આપી છે. રિયા સૌથી નાની ઉંમરમાં UPSC ક્લિયર કરનાર કેંડિડેટ્સમાંની એક બની ગઇ છે. તેણે 23 વર્ષિની ઉંમરમાં પરિક્ષા ક્લિયર કરી લીધી છે.

રિયા ડાબીએ તેની મહેનતથી ઘરવાળાનું નામ રોશન કર્યુ છે. જો કે, તે તેની બહેનની જેમ ટોપ ના કરી શકી પરંતુ UPSCમાં15મો રેંક હાંસિલ કરી તે પણ દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા માટે હાજર છે. સોશિય મીડિયા પર ટીના ડાબીને ખૂબ જ શુભકામનાઓ મળી રહી છે.

રિયા ડાબી વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તેમને ખબર છે કે, રિયા ડાબીએ ટીના ડાબીની નાની બહેન છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના લગભગ 49 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બાયોથી ખબર પડે છે કે રિયા અત્યારે દિલ્લીમાં રહી રહી છે.

રિઝલ્ટની ખુશી જાહેર કરતા રિયા મીડિયાને જણાવે છે કે, તેમને તેમની માતાથી પ્રેરણા મળે છે. તેમની માતા ઇચ્છતા હતા કે તેમની બંને દીકરીઓ IAS ઓફિસર બને. ટોપ 15માં આવવા પર રિયા ખૂબ જ ખુશ છે. તેમને સફળતા તેમના પહેલા અટેમ્પાં જ મળી ગઇ છે.

રિયાએ દિલ્લીના લેડી શ્રીરામ કોલેજથી 2019માં પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. તેમની બહેન ટીના ડાબીએ પણ દિલ્લી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. રિયાના માતા-પિતા બંને બ્યુરોક્રેટ્સ છે. તે કહે છે કે તેમની મોટી બહેન ટીના તેમને હંમેશા તેમને ગાઇડ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi (@dabi_tina)

Shah Jina