યુક્રેનથી દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીએ જણાવી આપવીતી, કહ્યુ- યુક્રેનિયન સૈનિકોએ વિદ્યાર્થીઓને લાતો…

યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યુ છે. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર ધમાકેદાર બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરી રહી છે. આ બધા વચ્ચે યુક્રેનના લોકોની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. ત્યાં રહેતા લોકોને બંકરમાં છૂપાવવું પડી રહ્યુ છે. લોકો ભૂખ્યા તરસ્યા રહી રહ્યા છે.

ત્યારે યુક્રેનમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે અને તે લોકો પણ આ યુદ્ધમાં ત્યાં જ ફસાઇ ગયા છે. તે લોકો અને તેમના માતા-પિતા ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને જલ્દીથી પરત લાવવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા પણ શરૂ કરવામાં આવ્યુ છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ફ્લાઇટમાં ભારત પહોંચેલા વિદ્યાર્થીએ દિલ્હી એરપોર્ટના આગમન ટર્મિનલની બહાર નીકળતી વખતે તેની રાહ જોઈ રહેલી માતાને ગળે લગાવી.

દિલ્હી એરપોર્ટની બહાર વિદ્યાર્થી શુભાંશુએ કહ્યું, “ત્યાંની સ્થિતિ નરક જેવી હતી. ખાર્કિવમાં મંગળવારે થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. રશિયાના સૈનિકોએ પૂર્વી યુરોપીય દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર ફરી હુમલો કર્યો છે અને યુક્રેનની સરકારી ઇમારતને ઉડાવી દીધી. શુભાંશુએ તેમના અને સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની રોમાનિયાની સરહદ સુધી પહોંચવા માટે કરેલી લાંબી મુસાફરી અને યુક્રેનથી પડોશી દેશોમાં જવાના ભયાવહ પ્રયાસને પગલે તેઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વિગતવાર વર્ણન કર્યું હતુ.

શુભાંશુએ એનડીટીવીને જણાવ્યું, અમે રોમાનિયા બોર્ડર સુધી પહોંચવા માટે યુક્રેનના વિનિત્શિયાથી મુસાફરી શરૂ કરી હતી. આ યાત્રા ઉતાર-ચઢાવથી ભરેલી હતી. અમારા કોન્ટ્રાક્ટરોએ બસોની વ્યવસ્થા કરી હતી. લગભગ 12 કિમી ચાલવાનું હતું છતાં અમે સુરક્ષિત રીતે બોર્ડર પર પહોંચી ગયા. ચાલવામાં કોઈ તકલીફ ન પડી. સમસ્યા રોમાનિયાની સરહદ પાર કરવાની હતી. આ સરહદ પાર કરવી અશક્ય બની ગઈ હતી. વિનિત્સિયા રાજધાની કિવથી 270 કિમી દૂર છે, જ્યાં રશિયન અને યુક્રેનિયન સૈન્ય શેરી લડાઈમાં રોકાયેલા છે.

તેણે આગળ કહ્યુ “મેં વિદ્યાર્થીઓને રડતા જોયા અને સરહદ પાર કરવા દેવાની વિનંતી કરી. શુભાંશુએ કહ્યું, કેટલાક પગે પડ્યા. કેટલાક વિદ્યાર્થીઓ ‘પહેલા મને જવા દો, મને પહેલા જવા દો’ એમ બોલવા લાગ્યા. જો કે કોઈ હિંસાનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ તે થતું જોયું છે.” આ સાથે શુભાંશુએ કહ્યુ કે, કેટલાક યુક્રેનિયન સૈનિકોએ વિદ્યાર્થીઓને લાતો પણ મારી હતી. કેટલાક વિદ્યાર્થીઓને રાઈફલના બટથી મારવામાં આવ્યા.

પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ અમને પસંદ કરતા ન હતા. જ્યારે સરહદના દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે તેઓએ પ્રથમ યુક્રેનિયનોને અંદર આવવા દીધા. પરંતુ અમે સરહદ પાર કરી, ભારતીય એમ્બેસીએ અમારી સારી સંભાળ લીધી. તે પછી અમને કોઈ સમસ્યા ન હતી. તે પછી બધું સરળ રીતે ચાલ્યું. અમને ખોરાક અને પાણી મળ્યું. મારા કેટલાક મિત્રો હજુ પણ આશ્રયસ્થાનમાં છે અને તેઓ ફાઇવ સ્ટાર આવાસ જેવા છે, ખૂબ સરસ. પરંતુ રોમાનિયાની સરહદ પર સ્થિતિ ખરાબ હતી.”

Shah Jina