9 મહિનાના બાળકના ફેફસામાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટરો પણ હચમચી ગયા, બાપ રે બાપ

જો તમારા ઘરમાં બાળક હોય તો થઇ જાઓ સાવધાન, 9 મહિનાના આ દીકરા સાથે જે થયું એ જોઈને આખું પરિવાર હચમચી ગયું

જયારે આપણા ઘરમાં કોઇ નાનુ બાળક હોય ને ત્યારે તેનુ ઘણુ ધ્યાન રાખવુ પડે છે અને ઘણી સાવધાનીઓ પણ રાખવી પડે છે. એક કહેવત છે ને કે નજર હટી તો દુર્ઘટના ઘટી, આવુ જ કંઇક ઇન્દોરના એક 9 મહિનાના બાળક સાથે થતુ જોવા મળ્યુ.

આ બાળક એલઇડી બલ્બ ગળી ગય હતુ. તેને અચાનક જ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેના પરિવાર દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં ચાર દિવસની સારવાર બાદ તેને કોઇ ફેર ના પડતા તેનું સીટી સ્કેન કરવામાં આવ્યુ અને પછી ઘટના સામે આવી.

મહારાજા યશવંતરાવ MY હોસ્પિટલના ENT નિષ્ણાતોએ લગભગ 1.5 કલાકના ઓપરેશન બાદ શ્વાસનળીમાં ફસાયેલ એલઇડી બલ્બનો ટુકડો નીકાળ્યો અને આ નાના બાળકનો જીવ બચાવ્યો. આ બલ્બના કારણે બાળકનુ એક ફેફસુ તો કામ કરી રહ્યુ ન હતુ અને ડોક્ટરોએ મહેનતથી ઓપરેશન પાર પાડી આ 9 મહિનાના બાળકનો જીવ બચાવ્યો હતો.

આ 9 મહિનાના બાળકનું નામ કાર્તિક છે, તેને હોસ્પિટલમાં પહેલા તો સારવાર હેઠળ 4 દિવસ રાખવામાં આવ્યો પરંતુ ફેર ન પડતાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યો અને સિટી સ્કેન કરવામાં આવ્યું અને ત્યારે એ વાતની ખબર પડી કે તેના ફેફસા પર સેફ્ટીપીન જેવું કંઇક છે અને તેને મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટર્સે મહેનતથી ઓપરેશન પાર પાડ્યુ અને કાર્તિકનો જીવ બચાવ્યો.

ડો.જગારામ વર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત એમ.વાય.માં આવા નાના બાળક માટે આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય રીતે 1 અને 2 વર્ષનાં બાળકો સીતાફળનાં બી, સિક્કો, પિન એવુ ગળી જાય છે અને આ તો કાઢી લઇએ છે. પરંતુ 9 મહિનાના બાળકનાં શરીરની અંદરથી એલઈડી બલ્બ કાઢવો, આ પ્રકારનો ડો.જગરામે પહેલો અનુભવ કર્યો હતો.

Shah Jina