જે યુવતી સાથે લગ્ન કર્યા બાદ લીધા હતા છૂટાછેડા તેની સાથે જ પાંચ વર્ષ બાદ ફરીથી કર્યા લગ્ન, ભાવુક કરી દેશે તેમની લવસ્ટોરી

વાહ આને કહેવાય સાચો પ્રેમ, 11 વર્ષ પહેલા થયા હતા લગ્ન, પાંચ વર્ષ પહેલા થયા છૂટાછેડા, પણ હવે કંઈક એવું બન્યું કે દોડતી આવી પત્ની, પતિએ ફરીથી એજ પત્ની સાથે કર્યા લગ્ન ! આંખોમાં આંસુઓ લાવી દેનારી કહાની… જુઓ

Remarriage to same wife five years after divorce : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણી બધી ખબરો સામે આવતી રહે છે. સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો પણ જોવા મળે છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે. એક પતિએ પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લીધેલ પત્ની સાથે ફરીથી લગ્ન કરતા જ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ જયારે તેમની કહાની સામે આવી ત્યારે સૌ કોઈ ભાવુક પણ થઇ ગયા.

છૂટાછેડાના 5 વર્ષ બાદ ફરીથી કર્યા લગ્ન :

કહેવાય છે કે ક્યારેક પ્રેમ પર ગેરસમજણોની ચાદર ઢંકાઈ જાય છે, પરંતુ તે ઉતરતાની સાથે જ તે પ્રેમ સૂર્યની જેમ ચમકી જાય છે. આવી જ એક સ્ટોરી આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાર્તા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી વિનય જયસ્વાલ અને તેની પત્નીની છે. વિનયે આ સુંદર વાર્તા પોતાના ફેસબુક પર શેર કરી છે. પત્નીથી છૂટાછેડા લીધાના પાંચ વર્ષ પછી ફરી કંઈક એવું બન્યું કે બંને એક સાથે આવ્યા અને ફરીથી લગ્ન કરી લીધા.

ફેસબુકમાં પોસ્ટ કરીને વાત કરી શેર :

વિનય જયસ્વાલે પોતાની ફેસબુક પોસ્ટમાં લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું કે 11 વર્ષ પછી તેઓએ ફરી એક થવાનું નક્કી કર્યું અને પરિવારના સભ્યોની હાજરીમાં ફેમિલી ફંક્શન દરમિયાન ઔપચારિક લગ્ન અને લગ્નની નોંધણી સાથે છૂટાછેડાના હુકમને રદ કર્યો. અમે બંને એકબીજાની સાથે છીએ. વિનયે પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે તેમના લગ્ન ડિસેમ્બર 2012માં થયા હતા. પરંતુ કેટલાક મતભેદોને કારણે તેઓએ 2018માં છૂટાછેડા લીધા હતા.

પતિને હાર્ટ એટેક આવતા જ પૂર્વ પત્ની દોડી આવી :

બંનેના રસ્તા અલગ થઈ ગયા. પરંતુ આ દરમિયાન વિનયને હાર્ટ એટેક આવ્યો અને જ્યારે તેની પૂર્વ પત્નીને તેની જાણ થઈ તો તે પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં. તે વિનયની સંભાળ લેવા માટે આવી હતી. વિનયે તેની પોસ્ટમાં લખ્યું, તેની ઓપન હાર્ટ સર્જરી પછી, તેણીએ તેને ICUથી ઘર સુધીની સંપૂર્ણ રિકવરી દરમિયાન સપોર્ટ કર્યો. હાર્ટ એટેકથી તેમના હૃદય વચ્ચેના અંતરનો બરફ ઓગળી ગયો અને તેઓ ફરી એક થઈ ગયા.

Niraj Patel