શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ કરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ, જાગરણ કરવાથી મળે છે માં લક્ષ્મીના આશીર્વાદ, જાણો શું છે આખી પૌરાણિક કથા

શરદ પૂર્ણિમાનો તહેવાર આશ્વિન મહિનાના અંતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેને ‘કોજાગરી પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ રાત્રે આકાશમાંથી ચંદ્રની સોળે કળાઓ દ્વારા અમૃત વર્ષા થાય છે, જે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ ગણાય છે. આ પવિત્ર રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને જાગરણ કરનાર તથા તેમની પૂજા કરનારા ભક્તોને અખૂટ ધન-સંપત્તિ અને સુખ-શાંતિના આશીર્વાદ આપે છે. વળી, ભગવાન શ્રીકૃષ્ણએ આ જ રાત્રે વૃંદાવનમાં ગોપીઓ સાથે ‘મહારાસ’ રચાવ્યો હોવાથી આ રાત્રે ભજન-કીર્તન કરવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે.

શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણનું ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રે માં લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આથી આ રાત્રે જે ભક્તો જાગીને દેવીનું જાગરણ કરે છે, તેમને માં લક્ષ્મી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. સાથે જ સાધકને જીવનમાં ક્યારેય પણ ધનની અછતનો સામનો કરવો પડતો નથી અને ઘરમાં બરકત જળવાઈ રહે છે.

ચંદ્રની અમૃત વર્ષા અને માનસિક શાંતિનું રહસ્ય
ધાર્મિક માન્યતા અનુસાર, માત્ર શરદ પૂર્ણિમાની રાત્રે જ ચંદ્ર પોતાની પૂરી ૧૬ કળાથી પરિપૂર્ણ હોય છે. આ રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃતની વર્ષા થાય છે. આ અમૃત વર્ષામાં જાગરણ કરવાથી સાધકનું મન શાંત રહે છે અને માનસિક તણાવની સમસ્યા દૂર થાય છે, જેનાથી શરીરને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના મહારાસનો પૌરાણિક પ્રસંગ
ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાની રાત્રે જ વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. એટલા માટે શરદ પૂર્ણિમાની રાત્રે ભજન-કીર્તન કરવું અને ભક્તિમાં લીન રહેવું અત્યંત ફળદાયી સાબિત થાય છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે.

શરદ પૂર્ણિમા 2026ની તારીખ અને શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર, 25 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવશે. આ વિશેષ તિથિની શરૂઆત 25 ઓક્ટોબરે સવારે 11 વાગીને ૫૫ મિનિટે થશે અને તેનો સમાપ્તિ ૨૬ ઓક્ટોબરે સવારે 09 વાગીને 41 મિનિટે થશે, જે દરમિયાન માતા લક્ષ્મી અને ચંદ્રની ઉપાસના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

(Disclaimer: ઉપરોક્ત ખબર સોશિયલ મીડિયા વાયરલ વીડિયો પર આધારિત છે, ગુજ્જુરોકસ કોઇ પણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

ઓક્ટોબરના અંતમાં શુક્ર ગ્રહનો ઉદય: 8 રાશિઓના જીવનમાં શરૂ થશે રાજયોગ અને ધન-વૈભવનો શુભ સમય

Next Article

દશેરા 2026: જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અને આર્થિક ઉન્નતિ માટે કરો આ 7 અચૂક ઉપાય!

error: Protected Content!