હું 85નો છું, મારુ જીવન જીવી ચૂક્યો છુ, આ કહીને એક યુવાન માટે બેડ ખાલી કર્યો, જાણો આવી કોરોના મહામારીમાં તેમની માણસાઇની કહાની

દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે લોકો અલગ અલગ રીતે પીડિતોની મદદ કરી રહ્યા છે. કોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી કોવિડ 19થા ઝઝૂમી રહેલા દર્દીઓને ઓક્સિજન સિલેંડરની વ્યવસ્થા કરાવી રહ્યા છે તો કેટલાક બેડની ઉપલબ્ધતાની જાણકારી આપી રહ્યા છે. કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં ઘણા લોકો મિશાલ કાયમ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના 85 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ જે માણસાઇ બતાવી છે તે શાયદ કયારેય જોવા નહિ મળે. આ યોદ્ધાએ તેમનો બેડ એક યુવાને આપ્યો અને કહ્યુ કે, મેં તો મારુ જીવન જીવી લીધુ છે, આ બેડ પર હવે તેનો અધિકાર છે. મારુ શુ પરંતુ જો તમે ચાલી ગયા તો તમારા નાના નાના બાળકો અનાથ થઇ જશે.

રાષ્ટ્રના સ્વયંસેવક નારાયણ દાભડકર મૂળરૂપથી નાગપુરના રહેવાસી છે. તે RSS સ્વયંસેવક છે. કેટલાક દિવસ પહેલા તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને ઇંદિરા ગાંધી શાસકીય હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. પરંતુ એક મહિલાને પરેશાન જોઇ તેમણે તેમનો બેદ તેના પતિને આપી દીધો.

એક મહિલાના રોવાનો અવાજ સાંભળી નારાયણ તેમના બેડ પરથી ઉઠી ગયા. તેમણે ડોકટર્સને તેમની પાસે બોલાવ્યા અને કહ્યુ- હું 85 વર્ષનો છુ, જીવન જોઇ લીધુ છે. પરંતચુ તેનો પતિ જો મરી જશે તો તેના બાળકો અનાથ થઇ જશે. આ જ કારણે મારો ધર્મ છે કે તે માણસનું જીવન બચાવું. મહેરબાની કરીને મારો બેડ તેને આપો, તેને જરૂરત છે, હું મારા ઘરે જઇ રહ્યો છુ.

Shah Jina