RBIએ કેન્સલ કર્યું લાયસન્સ, એકાઉન્ટમાંથી હવે ના તો પૈસા ઉપાડી શકાશે અને ના તો જમા કરાવી શકાશે

કર્મચારીઓના કૌભાંડને લીધે ગુજરાતની સૌથી જુની સહકારી બેંક બંધ થઈ છે. ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું. જેથી બેંક ફડચામાં જતા પાંચ બ્રાન્ચને તાળા લાગ્યા છે. વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBI એ કેન્સલ કરી નાખી છે. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું.

Rbi Cancels Bank Licence: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં કેટલીક બેંકો પર દંડ લાદ્યા બાદ હવે સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે. RBI એ કોલ્હાપુરના ઇચલકરંજી સ્થિત શંકરરાવ પૂજારી નૂતન નાગરી સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું છે.

બેંક પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવના ન હોવાને કારણે કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘બેંકે 4 ડિસેમ્બર, 2023ના રોજ બિઝનેસ બંધ થવાથી બેંકિંગ કામગીરી બંધ કરી દીધી છે. .’

બેંક દ્વારા ફાઈલ કરવામાં આવેલા ડેટા અનુસાર, બેંકના 99.85 ટકા થાપણદારો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. બેંકનું લાઇસન્સ રદ કરતી વખતે RBIએ કહ્યું, ‘બેંક પાસે પૂરતી મૂડી અને કમાણી કરવાની ક્ષમતા નથી. સહકારી બેંક, તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે, તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે.

રિઝર્વ બેંકે કહ્યું કે જો યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને તેનો બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિતમાં પ્રતિકૂળ અસર થશે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે.

જણાવી દઈએ કે DICGC નિયમો હેઠળ, બેંકના દરેક થાપણકર્તા તેની 5 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા સુધીની થાપણોની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.

બેંક દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, 99.85 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણ રકમ મેળવવા માટે હકદાર છે. આરબીઆઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે 24 જુલાઈ સુધી ડીઆઈસીજીસીએ બેંકના સંબંધિત થાપણદારોની ઈચ્છા પર આધારિત ડીઆઈસીજીસી એક્ટ લાગુ કર્યો છે. અધિનિયમ, 1961ની કલમ 18Aની જોગવાઈઓ હેઠળ રૂ. 41.60 કરોડની કુલ વીમાવાળી થાપણો પહેલેથી જ ચૂકવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રિઝર્વ બેંક દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો હતો.

Shah Jina