એ મા છે ! પોતાના દીકરાના રક્ષણ માટે મોત સામે પણ લડી જશે, જુઓ વીડિયોમાં ઉંદરના બચ્ચાને લઈને ભાગી રહ્યો હતો સાપ, ત્યારે મોત સાથે બાથ ભીડી.. વીડિયો વાયરલ

માને યોદ્ધા કેમ કહેવાય છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોઈ લો આ વીડિયોમાં, ઉંદરે કેવી રીતે મોતના મુખમાંથી પોતાના બચ્ચાને બચાવ્યું, વીડિયો થયો વાયરલ

મા દુનિયાની સૌથી મોટી યોદ્ધા છે, તે પોતાના સંતાનો ઉપર આવતી કોઈપણ મુસીબત સામે લડતી હોય છે અને પોતાના સંતાનોને મોતના મુખમાંથી પણ બચાવી લાવતી હોય છે, એ મા પછી માણસોની હોય કે પ્રાણીઓની. સોશિયલ મીડિયામાં પણ માતૃપ્રેમ અને માતા દ્વારા પોતાના સંતાનના રક્ષણના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાળો સાપ ઉંદરના બચ્ચાને મોંમાં પકડીને ભાગી રહ્યો છે, પરંતુ ઉંદર તેના છેલ્લા શ્વાસ સુધી સાપનો પીછો કરી રહ્યો છે. તે તેના બચ્ચા માટે સાપ સામે લડી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ માતાના વખાણ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો રોડની સાઈડનો દેખાય છે, જેમાં એક સાપ પોતાના મોઢાની અંદર એક ઉંદરના બચ્ચાને લઈને સળસળાટ ભાગી રહ્યો છે અને તેની પાછળ એ બચ્ચાની માતા પણ દોડી આવી છે અને પોતાના બચ્ચાને સાપના મોઢામાંથી છોડવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

પોતાના બચ્ચાને છોડાવવા માટે તે સાપની પૂંછડી ઉપર બચકું ભરવાનું શરૂ કરે છે, પરંતુ સાપ પણ તેની પકડમાં આવતો નથી, જયારે ઉંદરની પકડમાં સાપ આવી જાય છે ત્યારે તેને બચકા ભરે છે અને તેના કારણે સાપના મોઢામાંથી ઉંદર છટકી જાય છે તે છતાં પણ ઉંદરના બચ્ચાની માતા પીછો નથી છોડતી અને તેની પાછળ ભાગે છે, જયારે તેને લાગે છે કે સાપ હવે ચાલ્યો ગયો ત્યારે તે પરત આવે છે અને પોતાના બચ્ચાને લઈને ચાલી જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel