જયારે ‘કજરા રે કજરા રે…’ પર દુપટ્ટો લઇ વ્હીલચેર પર જ ઝુમવા લાગ્યા હતા રાકેશ ઝુનઝુનવાલા, નિધન બાદ વાયરલ થઇ રહ્યો છે વીડિયો

40 હજાર કરોડના માલિકે ‘કજરા રે કજરા રે…’ પર નાચ્યાં, વ્હીલચેર પર બેસી કજરારે પર કર્યો હતો ડાંસ, જુઓ

શેરબજારના બિગ બુલ તરીકે જાણીતા ટોચના બ્રોકર-રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. ઝુનઝુનવાલા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. ઝુનઝુનવાલાને શેરબજારમાં ‘બિગ બુલ’ તરીકે ઓળખવામાં આવતા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ થોડા મહિના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાકેશ ઝુનઝુનવાલા બોલિવૂડના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં રાકેશનો ડાન્સ તેની જીંદાદિલીનો પુરાવો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ જેટલા ઉત્કૃષ્ટ રોકાણકાર હતા તેટલા જ તેઓ ખુશખુશાલ વ્યક્તિ પણ હતા. વીડિયોમાં રાકેશ ઝુનઝુનવાલ વ્હીલચેરમાં હોવા છતાં ગીત ગાતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો અત્યારે ઘણો જોવામાં આવી રહ્યો છે, ઘણા લોકો આ વીડિયો દ્વારા તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. વીડિયોમાં તે ઐશ્વર્યા રાય પર ફિલ્માવાયેલા ગીત ‘કજરા રે’ પર ડાન્સ કરતા જોવા મળે છે. મિત્રો અને પરિવારથી ઘેરાયેલા ઝુનઝુનવાલા વ્હીલચેરમાં તેમના ડાન્સથી ધૂમ મચાવતા જોવા મળે છે.

વીડિયો શેર કરતા કોંગ્રેસ નેતાએ લખ્યું, ‘રાકેશ ઝુનઝુનવાલાની બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને તેઓ ડાયાલિસિસ પર હતા. તેમનો ડાન્સ વીડિયો દર્શાવે છે કે દરેક પરિસ્થિતિમાં જીવવાની ઈચ્છા હોવી જોઈએ. માત્ર 5 હજાર રૂપિયાથી સ્ટોક માર્કેટમાં રોકાણ શરૂ કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી હતી. રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં નવી એરલાઇન કંપની અકાસા એરમાં રોકાણ કર્યું છે. તેમણે 7 ઓગસ્ટથી અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી.

ઝુનઝુનવાલાની અંદાજિત નેટવર્થ $5.5 બિલિયન (જુલાઈ 2022 સુધીમાં) હતી. તેઓ ભારતના 36માં સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. ઝુનઝુનવાલા હંગામા મીડિયા અને એપ્ટેકના ચેરમેન તેમજ વાઈસરોય હોટેલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઈન્ડિયા અને જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેન હતા. રાકેશ ઝુનઝુનવાલા મુંબઈમાં મોટા થયા હતા. અહીં તેના પિતા આવકવેરા અધિકારી તરીકે કામ કરતા હતા. ઝુનઝુનવાલાએ 1985માં સિડનહામ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં પ્રવેશ લીધો.

રાકેશ જુનજુનવાલાના આ વીડિયો વિશે એવું કહેવામાં આવ્યુ હતુ કે આ વીડિયો તેમના મૃત્યુ પહેલાનો છેલ્લો વિડિયો છે. 14 ઓગસ્ટના રોજ એક ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને આમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાકેશ જુનજુનવાલાના નિધન પહેલાનો આ છેલ્લો વિડિયો છે. જો કે, આ વીડિયો 5 જુલાઈ 2021નો છે અને તેમણે તેમના જન્મદિવસ પર ડાન્સ કર્યો હતો અને ત્યારે જ આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

Shah Jina