ગુજરાતમાં “તૌકતે” વાવાઝોડાની અસર, રાજુલામાં ગયો એક બાળકીનો જીવ તો, કયાંક તૂટ્યા વીજપોલ તો કયાંક ધરાશાયી થયા વૃક્ષો, જાણો વિગત

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને તેના કહેર વચ્ચે હવે એક નવી આફત આવી છે જેણે ગુજરાતમાં પણ તબાહી મચાવી દીધી છે. આ નવી આફત એ બીજુ કંઇ નહિ પરંતુ હાલ મંડરાઇ રહેલ “તૌકતે” વાવાઝોડુ છે, જેણે અનેક જગ્યાએ તબાહી મચાવી દીધી છે અને તેના કારણે ઘણુ નુકશાન પણ થયુ છે.

ગુજરાતમાં “તૌકતે” વાવાઝોડાને કારણે ઘણુ નુકશાન થવા પામ્યુ છે. સરકારે પહેલાથી જ ઘણી તૈયારી કરી હતી જેને પગલે વધારે નુકશાન કે જાનહાનિ થવા પામી નથી. આ વાવાઝોડાની અસર રાજુલામાં વધુ જોવા મળી રહી છે.

તેવા અહેવાલ છે કે, રાજુલામાં ગત મોડી રાત્રે દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી અને તેના કારણે એક જ પરિવારના 4 લોકોના દટાયા હોવાના અહેવાલ છે. તેમને બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ અને તેમાં પતિ-પત્ની તેમજ એક બાળકીને બચાવવામાં આવી હતી જયારે એક બાળકીનું મોત થયુ હતુ.

આ બનાવ ગત રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ બન્યો હતો. તેમજ રાજુલાના હિંડોરણા રોડ પર પણ કેટલાક પેટ્રોલપંપને નુકશાન થયુ હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. એક પેટ્રોલપંપ ધરાશાયી થતા ત્યાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ પણ બેધ કરવામાં આવ્યુ છે. જો કે નેશનલ હાઇવે બાજુના મોટાભાગના પેટ્રોલપંપને નુકશાન થયુ છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ગઇકાલે “તૌકતે” વાવાઝોડાએ દસ્તક દીધી હતી અને તેને કારણે વરસાદ વરસ્યો હતો. જો કે, ઘણી જગ્યાએ તો વીજ પોલ તૂટ્યા હતા. તેમજ અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના હોસ્પિટલ જવાના માર્ગે વૃક્ષ ધરાશાયી થયુ હતુ અને રસ્તો બંધ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા તરત જ પોલિસ કાફલો પહોંચ્યો હતો અને જેસીબીને આવવામાં વાર લાગતા પોલિસ વિભાગ દ્વારા દોરડા વડે વૃક્ષને હટાવવામાં આવ્યુ હતુ અને તે બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો.

Shah Jina