મહામારીની એક દયનિય તસ્વીર રાજકોટથી આવી સામે, કોરોના સંક્રમિત દર્દીને કપડાનો છાંયડો બનાવી હાથે ઓક્સિજનનો બાટલો પકડી હોસ્પિટલ આવ્યા સ્વજનો

કોરોનાની મહામારી સાથે ગુજરાત ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન હોસ્પિટલના અંદરથી અને બહારથી ઘણા દયનિય દૃશ્યો સામે આવી રહ્યા છે. આ મહામારીથી પીડાતા લોકોને હોસ્પિટલ પહોચાવવા માટે દર્દીના સગા વ્હાલા દ્વારા વેઠવી પડતી હાલાકીની ઘણી તસવીરો પણ સામે આવી છે.

ત્યારે રાજકોટમાંથપણ એક એવી જ તસ્વીર હૃદય કંપાવી દેનારી છે. રાજકોટના એક ગામડામાં રહેતા કોરોના દર્દીને સારવાર માટે 108 અને એમ્બ્યુલન્સ ના મળવાના કારણે તેને ટેમ્પોમાં નાખી અને કપડાનો છાંયડો કરી, એક સ્વજન દ્વારા ઓક્સિજનનો બોટલ પકડીને રાજકોટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આવા અનેક દૃશ્યો આસપાસની હોસ્પિટલમાં અને તેની બહાર જોવા મળે છે. કોરોનાની આ બીજી લહેરમાં હવે બાળકો અને યુવાનો પણ તેની ચપેટે આવી રહ્યા છે, અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે સૌને આ મહામારીની ચપેટે આવતા પરિવારના દરેક સભ્યને ચિંતા થવી સ્વાભવિક છે.

Niraj Patel