ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 ના હાર્ટ એટેકથી મોત, લગ્નના બે દિવસ પહેલા જ વરરાજાને આવ્યો હાર્ટ એટેક…

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હાર્ટ એટેકની ચોંકાવનારી ખબર સામે આવી છે. એક યુવક કે જેના 2 દિવસ બાદ લગ્ન હતા તેનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. વરરાજાના મોતથી લગ્નનો
શુભ પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક યુવકના લગ્ન શનિવારે હતા, પણ લગ્નના બે દિવસ પહેલા જ તેનું હ્રદય બંધ પડી જતા તે મોતને ભેટ્યો હતો.

પોપટપરા વિસ્તારમાં રહેતો અને કારખાનામાં કામ કરતો અજય સોલંકી તેના ઘરે અચાનક જ ઢળી પડયો હતો. જે પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, તેનું મોત થયુ હતુ. દીકરાના મોત બાદ સોલંકી પરિવારની લગ્નની ખુશીઓ તો માતમમાં ફેરવાઇ ગઇ હતી. એકબાજુ દીકરાના લગ્નની શરણાઈઓ વાગવાની હતી અને બીજી બાજુ તેની અર્થી ઉઠી.

Fil pic

લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાતા સજાવવામાં આવેલ લગ્નનો મંડપ પણ ઉતારી લેવાયો હતો. જણાવી દઇએ કે, ગુજરાતમાં વધી રહેલ હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક બાબત છે. રીપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં લગભગ દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. એવું કહી શકાય કે હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક છે.

File Pic

હાર્ટ એટેકના લક્ષણો પહેલા મોટી ઉંમરના લોકોમાં દેખાતા હતા, પણ હવે ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે રાજકોટથી ફરી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

(પ્રતીકાત્મક તસવીર)

રાજકોટમાં આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુર્યદીપસિંહ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

બીજી ઘટના જોઈએ તો તો રાજકોટના માયાની નગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર અને બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયું છે.

18 વર્ષિય એન્જિનિયરિંગના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો. યુવક પરીક્ષા આપ્યા બાદ સોસાયટીમાં મિત્રો સાથે બેઠો હતો અને અચાનક જ ઢળી પડ્યો.

જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ તે બચી ન શક્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય યુવકનું નામ સંકેત અશોકભાઈ મિસ્ત્રી હતુ, જે કડીમાં જય રણછોડ સોસાયટીમાં રહેતો હતો. સંકેત કડીની મેઘના કેમ્પસમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.

Shah Jina