વર્તમાન સમયમાં લોકોની ખરાબ માનસિકતાના કારણે નાની-નાની વાતમાં જીવન ટૂંકાવવી લેતા એકવાર પણ વિચાર નથી કરતાં. ત્યારે તાજેતરમાં રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. જેમાં તબીબ યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તબીબ યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. તબીબ યુવતીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું હતું. શહેરમાં આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસેનાં માધવ પ્રસાદ ફ્લેટમાં તબીબ યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે તબીબ યુવતીનાં મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક તબીબ યુવતી BHMS હતી અને તેનું નામ જલ્પા ઘોસિયા છે. મૃતક તબીબ યુવતી માણાવદરની હતી અને હાલ રાજકોટમાં રહેતી હતી. ત્યારે આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, તબીબ યુવતીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જેને લઇ પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.