માત્ર 9 થિયેટરમાં રીલિઝ થયેલી બોલિવુડના પહેલા સુપરસ્ટારની ફિલ્મે કરી હતી કરોડોની કમાણી- બજેટ હતુ માત્ર 1 લાખ 40 હજાર

રાજેશ ખન્ના બોલિવૂડના પહેલા સુપરસ્ટાર હતા. એક એવા સ્ટાર જેની એક ઝલક જ છોકરીઓને પાગલ કરી દેતી. તેમની ફિલ્મો જોવા માટે થિયેટરોની બહાર લાંબી કતારો લાગતી. જો કે દરેક ફિલ્મ સ્ટારની જેમ રાજેશ ખન્નાના કરિયરમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. એક સમય એવો હતો જ્યારે તેમની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી હતી અને એવું લાગતું હતું કે તેમનું સુપરસ્ટારડમ ઝાંખું પડી રહ્યું છે. પછી રાજેશ ખન્નાના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું.

1973 માં આવેલી ફિલ્મ “દાગ” જેમાં બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ: રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર અને યશ ચોપરા હતા. 1973માં રિલીઝ થયેલી, દાગ માત્ર રાજેશ ખન્નાની જ નહીં, પણ યશ ચોપરાની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા તેમણે યશ રાજ બેનર લોન્ચ કર્યુ હતુ. યશ ચોપરા તેમના સમયના એક એવા નિર્માતા હતા જે તેમના સમય કરતા આગળ હતા અને બોલ્ડ કહાનીઓ બનાવવાથી ડરતા નહોતા. ‘દાગ’ ની કહાની તે સમયે થોડી બોલ્ડ માનવામાં આવતી હતી.

યશ ચોપરાને ડર હતો કે ફિલ્મ સારી નહીં ચાલે, એટલે તેમણે ફક્ત નવ થિયેટરોમાં જ ફિલ્મ રિલીઝ કરી. રાજેશ ખન્નાએ પણ આ નિર્ણય સ્વીકાર્યો અને ઓછા બજેટમાં ફિલ્મ કરવા સંમત થયા. ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું હતું. રાખીએ ફિલ્મ માટે ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, અને શર્મિલા ટાગોરે પણ ખૂબ જ ઓછી ફી લીધી હતી. કુલ મળીને ‘દાગ’ ફક્ત 1.40 લાખ રૂપિયામાં બની હતી. જો કે ઓછું બજેટ હોવા છતાં ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટને કારણે તેને મોટી સફળતા મળી.

ઓછા બજેટ અને મર્યાદિત સ્ક્રીન સમય હોવા છતાં ‘દાગ’ એ તે સમયે 6.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મે સાબિત કર્યું કે યોગ્ય કહાની અને યોગ્ય કલાકારો કોઈપણનું નસીબ બદલી શકે છે. ‘દાગ’ એ રાજેશ ખન્નાની અગાઉની નિષ્ફળતાઓના ડાઘ ધોઈ નાખ્યા અને તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. યશ ચોપરાનું નામ બોલીવુડમાં પણ સ્થાપિત થઈ ગયું. આ ફિલ્મે બતાવ્યું કે થોડું જોખમ લઈને મોટા સપના સાકાર થઈ શકે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!