સુરતમાં લકઝરી બસમાં લાગેલી આંગનું સાચું કારણ આવ્યું સામે, આ કારણે ગણતરીના સમયમાં જ આખી બસમાં આગ ભભૂકી ઉઠી !

ગઈકાલે રાત્રે સુરતમાં એક લકઝરી બસની અંદર ભીષણ આગ ભભૂકી ઉઠી હતીમ જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના બાદ લોકો પણ આ ઘટનાને જોઈને રાડ પોકારી ઉઠ્યા હતા. બસમાં લાગેલા આ આગ એટલી ભયાનક હતી કે નજરે જોનારા પણ કાળજા કંપી ઉઠ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ સુરતના વરાછામાં આવેલા હીરાબાગ વિસ્તારમાં એક ખાનગી ટ્રાવેલ્સ રાજધાનીની બસમાં લાગી હતી. આ ભીષણ આગની અંદર બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જયારે એક મહિલા આ આગમાં બળીને ભડથું થઇ ગઈ હતી. વીડિયોની અંદર જ લોકોની ચિચયારીઓ સંભળાઈ રહી છે અને આસપાસ લોકો આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર બસ ભાવનગર જવા માટે સુરતના યોગી ચોક પાસેથી પસાર થઇ હતી ત્યારે જ પાછળના ભાગમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. બસના ડ્રાઈવરને જેવી જ આ અંગે જાણ થઇ તેને બસને ઉભી રાખી. પરંતુ જોતજોતામાં જ બસમાં રહેલું એસીનું કોમ્પ્રેસર ધડાકેભેર ફાટ્યું અને ભીષણ આગ ભભૂકી ઉઠી.

આ સમયે બસના ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. આગ લાગવાની સાથે જ બસમાં જમણી બાજુ ડબલ સીટ વાળા કેબિનમાં બેઠલા એક યુવક બહાર નીકળી ગયો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ ગઈ હતી અને તે જીવતી સળગી ગઈ હતી. આ દૃશ્યો એટલા ડરામણા હતા કે ત્યાં હજાર લોકો પણ ભયભીત બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો આગને લઈને મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બસમાં લાગેલા મોબાઈલ ફોન ચાર્જિંગ પોઇન્ટની અંદર શોટર્સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને તે ચેક બસના કોમ્પ્રેસર સુધી પહોંચી ગઈ હતી, જેના બાદ એસીનું કોમ્પ્રેસર ફાટ્યું હતું અને બસમાં ફોમની ગાદી હોવાના કારણે ગણતરીના સમયમાં જ આગે રૌદ્ર રૂપ ધરાણ કર્યું હતું.

Niraj Patel