શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો ખુલાસો- એક્સ વાઇફ કવિતાનું હતુ મારા *** જોડે અફેર, માતાએ પકડી હતી રંગે હાથ

શિલ્પાના રાજે કર્યો ધડાકો: એક્સ પત્નીનું આની જોડે લફડું હતું…જાણો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ પહેલી વાર તેમના લગ્ન અને એક્સ વાઇફને લઇને કવિતા વિશે એક લાંબુ ઇન્ટરવ્યુ આપ્યુ છે. રાજે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસથી કવિતાના એક જૂના ઇન્ટરવ્યુ આધાર પર શિલ્પા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને એ જ માટે તેમણે પોતે ખુલીને સામે આવવાનો નિર્ણય કર્યો, રાજે આ લાંબા ઇન્ટવ્યુમાં ઘણી બધી વાતો કહી છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ વર્ષ 2009માં શિલ્પા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તે કવિતા સાથે તલાક લઇ ચૂક્યા હતા. હવે રાજ કુંદ્રાએ તેમના પહેલી પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તલાકના લગભગ 11 વર્ષ બાદ રાજ કુંદ્રાએ ચુપ્પી તોડી છે. તેમણે કહ્યુ કે, તલાક માટે તેમની એક્સ વાઇફ કવિતા જવાબદાર છે.

ઇ ટાઇમ્સને આપેલા એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુમાં રાજે કહ્યુ, હું આ મુદ્દા પર વર્ષો બાદ વાત કરી હળવુ મહેસૂસ કરી રહ્યો છુ કારણ કે હું હકિકત બોલી રહ્યો છુ. મને ફરક નથી પડતો કે કવિતા આ વિશે શુ કહે છે. મારી માતાએ મારી એક્સ વાઇફ કવિતાને મારી બહેનના પતિ વંશ સાથે એક આપત્તિજનક સ્થિતિમાં કેટલીક વાર રંગે હાથ પકડી હતી. અહીં 2 પરિવાર બરબાદ થઇ રહ્યા હતા અને તેમણે જરા પણ વિચાર્યુ નહિ.

રાજ કુંદ્રાએ કહ્યુ કે, અમે એક જ ઘરમાં માતા-પિતા સાથે રહેતા હતા. મારી બહેન અને તેમના પતિ બંને ભારત બહાર ચાલ્યા ગયા હતા. તે બ્રિટેન સેટ થવા માંગતા હતા. કવિતા મારા જીજાજીની ઘણી નજીક આવી ગઇ હતી, તે બંને ઘણો સમય સાથે વીતાવતા હતા, ખાસ કરીને ત્યારે જયારે હું બહાર બિઝનેસ ટ્રિપ પર જતો હતો.

તેમણે આગળ જણાવ્યુ કે, મારા કેટલાક પરિવારના સભ્યો અને મારા ડ્રાઇવરને પણ બંને વચ્ચે ગડબડનો અહેસાસ થયો, જો કે, મેં મારી એક્સ વાઇફને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો. મેં બધુ કર્યુ જે હું કરી શકતો હતો.

રાજે આગળ કહે છે, મારી એક્સ વાઇફ અને જીજાજી વંશ એક સાથે કામ પર જતા, એક સાથે એક જ રૂમમાં બેસતા. મારી બહેન અને તેમના પતિ પાછા ભારત આવી ગયા હતા. આ દરમિયાન મારી બહેન પ્રેગ્નેટ હતી. એક દિવસ મને મારી બહેનનો ફોન આવ્યો, તે રડવા લાગી. તેને તેના પતિના કપબોર્ડમાંથી એક બીજો ફોન મળ્યો જેમાં યુકેના નંબરથી મેસેજ આવ્યા હતા.

આમાં તે બંને એકબીજા સાથે વીતાવેલ સમય અને ફિઝિકલ રિલેશનશિપ વિશે વાત કરી રહ્યા હતા, જે હું રીપીટ કરવા માંગતો નથી. જયારે મેં એ નંબર ટ્રેસ કર્યો તો, તે જાણીને હું હેરાન રહી ગયો કે નંબર મારા ઘર પાસે એક ટાવર સાથે કનેક્ટેડ હતો. એક દિવસ કવિતા શોપિંગ માટે ગઇ. આ દરમિયાન મને તેનો ફોન બાથરૂમમાં મળ્યો. તેમાં મેં કવિતા અને મારા જીજાજી વચ્ચેના બધા મેસેજ જોયા.

રાજે વધુમાં કહ્યુ કે, તેની બહેન તેના પતિ સાથે રહેવા માંગતી ન હતી. પરંતુ મેં તેને સમજાવી અને કહ્યુ કે, એવી રીતે રહે જે રીતે કંઇ થયુ જ નથી અને મારી એક્સ વાઇફ ઘરે જવાની પ્લાનિંગ કરી રહી હતી. હું ભારત આવ્યો અને મારી બહેન અને બાળકો લઇને આવી ગયો અને એક્સ વાઇફને તેના ઘરે છોડી આવ્યો. રિવાજ મુજબ જેવી રીતે બેબી આવ્યા બાદ મહિલા તેના પિયર જાય છે.

રાજે એ પણ જણાવ્યુ કે, શિલ્પાએ મને આ વાત કરવાની ના કહી હતી. પરંતુ રાજે તો પણ આ વાત બધાની સામે રાખી. શિલ્પા અને રાજની મિત્રતા વાળી વાત જયારે રાજની એક્સ વાઇફને ખબર પડી તો તેણે તેની ડિમાંડ વધારી દીધી અને જૂઠી સ્ટોરી બનાવી કે શિલ્પાને કારણે અમારા લગ્ન તૂટ્યા છે. તેણે શિલ્પા વિશે જૂઠ્ઠુ કહ્યુ અને મને ઘણુ દુ:ખ થયુ.

રાજે ઇન્ટરવ્યુ બાદ કહ્યુ કે, ઇન્ટરવ્યુ બાદથી શિલ્પા થોડી દુ:ખી છે. તે ઇચ્છતી ન હતી કે હું જૂના કિસ્સા વિશે વાત કરું, પરંતુ હકિકત તો બહાર આવવાની જ હતી.

Shah Jina