ખબર

તૈયાર રાખજો હવે રેઇનકોટ અને છત્રીઓ, જુઓ હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી છે આગાહી

આજે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે ચોમાસુ વહેલું હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 2-4 દિવસમાં છુટા છવાયા સ્થળો ઉપર ઝાપટા પડ્યા હતા. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે.

ગઈકાલ ગાંધીનગરમાં રાહત નિયામક સીસી પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વૉચ ગ્રુપની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં IMD અધિકારી એમ મોહંતીએ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે આગામી 5 દિવસમાં ગુજરાતની અંદર હળવાથી માધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તેમન જણાવ્યું કે સમગ્ર ચોમાસા દરમિયાન આ વર્ષે 96થી 104 ટકા જેટલો વરસાદ પાડવાની સંભાવના છે.  આ ઉપરાંત તેમને જણાવ્યું કે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં સવારના 6 થી બપોરના 2 સુઘી બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં 07 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી 14.45 મીમી વરસાદ થયો છે.

ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકના એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ હાજર રહ્યા હતા અને તેમને જરૂરી માહિતી પણ પુરી પાડી હતી. આ ઉપરાંત કૃષિ વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.