જોજો આ તારીખે ક્યાંય ફસાઇ ના જતા, અંબાલાલ પટેલે કરી દીધી છે ધોધમાર વરસાદના બીજા રાઉન્ડની આગાહી

છેલ્લા દિવસોમાં ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યુ હતુ.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ઘણો વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થઇ ગયો છે. ત્યારે આ રાઉન્ડમાં લગભગ 56.13% જેટલો તો વરસાદ વરસી ચૂક્યો છે. ઘણા ડેમો પણ ભરાઇ ચૂક્યા છે. ઘણી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ઘણુ નુકશાન પણ થયુ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ છૂટા છવાયા વરસાદી ઝાંપટાની શકયતા છે.

ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ અનુસાર 22 જુલાઈના રોજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે. મીડિયા અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 જુલાઇ સુધીમાં તો 118 ટકા વરસાદનો વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો, આ તારીખમાં જે વરસાદ હોવો જોઇએ તેનાથી ગુજરાત વિસ્તારમાં 64 ટકા વરસાદ વધુ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86 ટકા વધારે થયો છે. આ હોવા છત્તાં સમગ્ર રાજ્યમાં 16 જુલાઈ સુધીમાં ગાંધીનગરમાં 32 અને દાહોદમાં 27 ટકા વરસાદની ઘટ રહી છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે 22 જપલાઇથી બીજો રાઉન્ડ શરૂ થશે અને તેમાંથી 24થી 26 દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

આ ઉપરાંત 30 જુલાઇ સુધી રાજ્યના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે. ઉભા કૃષિ પાકો માટે 20 જુલાઈ બાદ વરસાદનું પાણી સારું ગણાય છે. કૃષિ પાકનો ઉગાવો સારો થઈ શકે.

Shah Jina