દ્રિક પંચાંગ અનુસાર, ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ છાયા ગ્રહ રાહુ કુંભ રાશિમાંથી નિકળીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં મકર રાશિને સત્તા, કર્મ અને સંઘર્ષ દ્વારા પ્રાપ્ત થતી સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. શનિ આ રાશિના સ્વામી છે, તેથી અહીં પરિણામો ભલે ધીમે મળે પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહે છે. રાહુનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે અચાનક ધન-સંપત્તિ, કારકિર્દીમાં પ્રગતિ અને બંપર સફળતાના દ્વાર ખોલશે.

૧. મેષ રાશિ (Mesh Rashi)
મકર રાશિમાં રાહુનું ગોચર મેષ રાશિના જાતકો માટે ‘રાજયોગ’ સમાન ફળદાયી સાબિત થશે.
-
કાર્યસ્થળ: અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે.
-
પ્રગતિ: મનપસંદ સ્થળે બઢતી અથવા નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે.
-
વ્યવસાય: નવો ધંધો શરૂ કરવા માટે સમય અત્યંત અનુકૂળ છે, ભાગ્યનો પૂરો સાથ મળશે.

૨. સિંહ રાશિ (Simha Rashi)
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત સફળ અને રાહતરૂપ રહેશે.
-
શત્રુઓ પર વિજય: ગુપ્ત શત્રુઓ ગમે તેટલા પ્રયાસ કરે, પરંતુ તમારું કંઈ બગાડી શકશે નહીં. ગુપ્ત મિત્રોનો સહકાર મળશે.
-
આર્થિક સ્થિતિ: લાંબા સમયથી ચાલી આવતા દેવાંમાંથી મુક્તિ મળશે અને કાનૂની બાબતોમાં સફળતા મળશે.
-
સંપત્તિ: જમીન-મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે.

૩. તુલા રાશિ (Tula Rashi)
તુલા રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓ અને વૈભવમાં જબરદસ્ત વધારો થશે.
-
પારિવારિક જીવન: વડીલો અને સંબંધીઓનો સાથ મળશે, તેમજ અટકેલા પૈતૃક પ્રશ્નો હલ થશે.
-
રોકાણ: નવું મકાન ખરીદવા માટે સમય ઉત્તમ છે અને શેરબજારના રોકાણથી સારો નફો મળશે.

૪. મકર રાશિ (Makar Rashi)
શનિની રાશિ મકરમાં જ રાહુનું ગોચર આ રાશિના જાતકો માટે સુવર્ણકાળ સાબિત થશે.
-
વ્યક્તિત્વ: સામાજિક સ્તરે તમારો પ્રભાવ અને આકર્ષણ વધશે. તમારા નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે.
-
કારકિર્દી: રાજકારણ કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ હોદ્દો અને નામના મળશે.
-
વેપાર: વેપારમાં અણધારી વૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થશે.

૫. મીન રાશિ (Meen Rashi)
મીન રાશિના જાતકો માટે રાહુનું આ ભ્રમણ ખૂબ જ સકારાત્મક અને ફળદાયી રહેશે.
-
ધનલાભ: આવકના નવા સ્ત્રોતો ઊભા થશે અને અચાનક આર્થિક લાભ થવાથી મન પ્રસન્ન રહેશે.
-
સામાજિક સહયોગ: મિત્રો અને ભાઈ-બહેનોના સપોર્ટથી વ્યાપારિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશો.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)