આ વર્ષે રાહુ ગ્રહ આ 5 રાશિઓ માટે થઇ શકે છે ભયંકર કષ્ટકારી, જાણો
જયોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ એક છાયા ગ્રહ છે. જેનુ પોતાનુ કોઇ ભૌતિક સ્વરૂપ નથી. પરંતુ તેનું સ્થાન પરિવર્તન માનવ જીવન પર ઘણુ અસર કરે છે. 3વર્તમાનમાં રાહુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં છે. આ નક્ષત્રના સ્વામી ચંદ્ર દેવ છે. રાહુ ગ્રહ વર્ષના અંત સુધી રોહિણી નક્ષત્રમાં રહેેેશે. તે બાદ તે સૂર્ય ગ્રહના નક્ષત્ર કૃતિકામાં વિરાજમાન થઇ જશે.
રાહુની આ સ્થિતિમાં તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ સ્વરૂપ હોઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે રાહુ ગ્રહની તમામ રાશિ પર શું અસર થશે.
1.મેષ રાશિ
મેષ રાશિના જાતકોને આ ગોચર દરમિયાન અચાનક ધનલાભ થઇ શકેે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેેશે. વિદ્યાર્થીઓ માટે આ ગોચર લાભદાયી સાબિત થશે.
2.વૃષભ રાશિ
આ રાશિના જાતકોને માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. કોઈ પર વિશ્વાસ ન કરો. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ યથાવત રહી શકે છે. તમારે વિચારપૂર્વક આર્થિક વ્યૂહરચના ઘડવી પડશે.
3.મિથુન રાશિ
આ રાશિના જાતકોને આ વર્ષે સંભાળીને રહેવુ પડશે. ધનના મામલે રાહુનું ગોચર શુભ સાબિત નહિ થાય. કારણ વગરનો ખર્ચ થશે. દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે.
4.કર્ક રાશિ
રાહુના પ્રભાવથી તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ થશે. વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલ લાભ મળશે. જીવનસાથી સાથે રોમાંટિક પળ વિતાવવાનો સમય મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓની પળ આવશે.
5.સિંહ રાશિ
તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે પારિવારિક જીવનમાં થોડો તણાવ અનુભવી શકો છો. વેપારી વર્ગને રાહત મળી શકે છે. નુકસાન-વેપારથી વેગ મળશે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે.
6.કન્યા રાશિ
તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા માનમાં થોડો ઘટાડો થશે. પિતા સાથેના સંબંધો બગડી શકે છે. લાંબી મુસાફરી તમારા માટે શુભ રહેશે નહીં. વિદ્યાર્થીઓ જાન્યુઆરીથી સારા પરિણામ મેળવી શકે છે.
7.તુલા રાશિ
તમારે સાવચેત રહેવું પડશે. કારણ કે રાહુ તમારા માર્ગમાં અવરોધો લાવી શકે છે. તમને માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પૈસા કમાવવા માટે શોર્ટકટ રૂટને અનુસરો નહીં. નુકસાન થઈ શકે છે. સાસરિયાઓ સાથે સંબંધો વધુ સારા બનશે.
8.વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં શુભ ફળ મળી શકે છે. વેપારમાં લાભ થઇ શકે છે. ધન પ્રાપ્તિના યોગ પણ રાહુ નક્ષત્ર દરમિયાન બની શકે છે.
9.ધન રાશિ
આ રાશિના જાતકોને રાહુ મજબૂતી પ્રદાન કરશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. દુશ્મનો પરાજિત થશે. લોન અને દેવાથી મુક્તિ મળી શકે છે.
10.મકર રાશિ
તમને કષ્ટનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ જીવનમાં પરેશાનીઓ આવશે, જો કે પૈસામાં વધારો થવાની સંભાવના છે.
11.કુંભ રાશિ
તમારી ખુશી ઓછી થઈ શકે છે. માતાપિતાને પૂર્વજોની સંપત્તિ અંગે વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જો તમે કોઈ કાનૂની કેસનો સામનો કરી રહ્યા છો, તો પછી તેનો નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે.
12.મીન રાશિ
તમારી હિંમત અને શકયતા વધશે. તમે તમારા શત્રુઓને હરાવવામાં સફળ થશો. આ સમયે તમને ઘણી સફર કરવાની તક મળશે અને તમને આ યાત્રાઓમાંથી સારા ફાયદા પણ મળી શકશે. લવ લાઈફમાં પણ અનુકૂળ પરિસ્થિતિ જોવા મળશે.