બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેને આજે દરેક વ્યક્તિ તેની એક્ટિંગના કારણે જાણે છે. લોકો તેની સુંદરતાના દીવાના છે. જો કે, જ્યારે અભિનેત્રીએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારે દરેક વ્યક્તિ તેનામાં રહેલી ખામીઓ દર્શાવતો હતો. ક્યારેક કોઈ નાક ઠીક કરવાની સલાહ આપતું તો ક્યારેક બ્રેસ્ટ સર્જરીની સલાહ આપતું. ઈશા ગુપ્તા અને રાધિકા આપ્ટેના ખુલાસાઓએ સાબિત કર્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિરોઈન પર સુંદર દેખાવા માટે કેટલું દબાણ કરવામાં આવે છે.
ઈશા ગુપ્તાએ હાલમાં કેટલાક સમય પહેલા જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને કરિયરની શરૂઆતમાં જ ગોરા રંગ માટે ઈન્જેક્શન લેવાની અને નાકની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. હવે રાધિકા આપ્ટેએ પણ બોલિવુડ ઇન્ડસ્ટ્રીનું રાઝ ખોલ્યુ છે. રાધિકા આપ્ટે સામે એવી માંગણી કરવામાં આવી હતી કે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી. રાધિકા આપ્ટેને બોટોક્સથી બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે તેને કેટલાક પ્રોજેક્ટ્સમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી કારણ કે અન્ય અભિનેત્રીઓના તેના કરતા મોટા સ્તન અને હોઠ હતા.
રાધિકા આપ્ટેએ કહ્યું કે, જ્યારે મેં બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે મારા પર ઘણું દબાણ હતું. મને ઘણા લોકો દ્વારા શરીર અને ચહેરા પર વિવિધ ફેરફારો કરાવવાની સલાહ આપવામાં આવી રહી હતી. પહેલી મીટિંગમાં મને નાકની સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું. બીજી મીટિંગમાં, બ્રેસ્ટ સર્જરી… પછી મને પગ, જડબામાં અને છેલ્લે ગાલ પર કરવાનું કહેવામાં આવ્યું. વાત અહીં પુરી ન થઈ. લોકોએ બોટેક્સ માટે પણ કહ્યુ. રાધિકા આપ્ટેએ આગળ કહ્યું, ‘સલાહનો આ રાઉન્ડ ચાલુ રહ્યો. પરંતુ હું એક એવી છોકરી છું જેને તેના વાળ કલર કરાવવામાં 30 વર્ષ લાગ્યા હતા. હું અને ઈન્જેક્શન…ક્યારેય નહીં.
હા, જ્યારે લોકોએ બોડી શેમિંગ, પ્લાસ્ટિક સર્જરીનું સૂચન કર્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગઇ. પરંતુ તેમના કારણે હું મારા શરીરના વધુ પ્રેમમાં પડી ગઇ. ભલે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો અને હીરોઈનની સમાનતાની વાતો થાય છે. રોલથી લઈને ફી સુધી બંને માટે સમાન અધિકારની વાત કરવામાં આવે છે, પરંતુ જો રાધિકા આપ્ટેની વાત માનીએ તો આમાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. હિરોઈનોને હજુ પણ શારીરિક આકાર અને કદને કારણે રિજેક્ટ કરવામાં આવે છે.રાધિકા હાલમાં તેની આગામી ફિલ્મ ફોરેન્સિકની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં રાધિકા, વિક્રાંત મેસી અને પ્રાચી દેસાઈ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મ 24 જૂને ZEE5 પર રિલીઝ થવાની છે. તેની પાસે વિક્રમ વેધ પણ પાઇપલાઇનમાં છે. આ ફિલ્મમાં રાધિકા ઉપરાંત સૈફ અલી ખાન, હ્રતિક રોશન, રોહિત સરાફ અને યોગિતા બિહાની પણ છે. તે 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.કરિયરની વાત કરીએ તો રાધિકા આપ્ટેએ 2005માં ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’થી અભિનયની શરૂઆત કરી હતી. બોલિવૂડ સિવાય તેણે તમિલ, તેલુગુ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાધિકા આપ્ટે 2020માં ફિલ્મ ‘રાત અકેલી હૈ’માં જોવા મળી હતી અને હવે બે વર્ષ પછી તે ‘ફોરેન્સિક’માં જોવા મળશે.